Arvalli news/ અરવલ્લી-મોડાસા નડિયાદ સ્ટેટ હાઇવે પર 10 કિ.મી. લાંબો ટ્રાફિક જામ

અરવલ્લી-મોડાસા નડિયાદ સ્ટેટ હાઇવે પર દસ કિ.મી. લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે. તંત્ર જાહેરનામુ બહાર પાડી દે પણ તેનો અમલ કરવા માટેની કોઈપણ પ્રકારની માર્ગદર્શિકા બહાર પાડતું નથી અથવા તો તેનો પહેલા અમુક વિસ્તાર પૂરતો પ્રાયોગિક ધોરણે પ્રયોગ કરતું નથી તેનું પ્રતિબિંબ આ બનાવમાં પડ્યું છે. 

Top Stories Gujarat Others Breaking News

Arvalli News: અરવલ્લી-મોડાસા નડિયાદ સ્ટેટ હાઇવે પર દસ કિ.મી. લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે. તંત્ર જાહેરનામુ બહાર પાડી દે પણ તેનો અમલ કરવા માટેની કોઈપણ પ્રકારની માર્ગદર્શિકા બહાર પાડતું નથી અથવા તો તેનો પહેલા અમુક વિસ્તાર પૂરતો પ્રાયોગિક ધોરણે પ્રયોગ કરતું નથી તેનું પ્રતિબિંબ આ બનાવમાં પડ્યું છે.  અરવલ્લીમાં તો જિલ્લા કલેક્ટરે જાહેરનામુ બહાર પાડ્યું છે કે સવારના આઠથી રાતના આઠ સુધી ભારે વાહનો હાઇવે પર નહીં ચાલે, ફક્ત રાતના સમયે જ ચાલશે, તેના લીધે વાહનો રીતસરના અટવાઈ પડ્યા છે.

ભારે વાહનો રસ્તા પર રોકાઈ જવાના લીધે અન્ય વાહનચાલકો પણ ભરાઈ ગયા છે. તેના પછી રીતસર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. યર એન્ડર વખતે તો રાજ્યના વિવિધ શહેરોમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ જ હતી, પરંતુ આ વખતની સ્થિતિ સરકારના જાહેરનામાના કારણે છે. સરકારી જાહેરનામાનું પાલન કરવાનું હોઈ આ રસ્તા પર ચાલતા ભારે વાહનો થંભી ગયા છે અને કેટલાય વાહનો બહાર પાર્ક થઈ ગયા છે. આ ટ્રાફિક જામ બતાવે છે કે તંત્રએ પણ જાહેરનામુ બહાર પાડતા પહેલા કોઈપણ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડી જ નથી, નહીં તો આવો જામ થાય જ નહીં. શું તંત્ર આવી અણઘડ રીતે ચાલશે?

આ બનાવે ચીનમાં થયેલા ઐતિહાસિક ટ્રાફિક જામની યાદ અપાવી છે. તે સમયે 100 કિ.મી. લાંબો ટ્રાફિક જામ થયો છે અને તેના લીધે લોકો 12 દિવસ સુધી ટ્રાફિકમાં ફસાયેલા રહ્યા હતા. કેટલાય લોકોએ તો આના લીધે રસ્તા પર જ કામચલાઉ ઘર જ બનાવી લીધા હતા, ખબર નહીં ક્યારે ઘરે જવા મળે. શું ભારત અને તેમા પણ ગુજરાતમાં વધતાં જતા વાહનો અને વધતી જતી ટ્રાફિક અવ્યવસ્થાના લીધે આગામી સમયમાં આ પ્રકારની સ્થિતિ ખરેખર જોવા મળશે. આ બતાવે છે કે ટ્રાફિક મેનેજમેન્ટ ગુજરાતમાં બહુ ગંભીર મુદ્દો બની ગયો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અરવલ્લીમાં ભિલોડના ભટેરા ગામ જોડે ગોઝારા અકસ્માતમાં ત્રણના મોત

આ પણ વાંચો: અરવલ્લીમાં વધુ એક કંપનીના CEO સામે નોંધાઈ ફરિયાદ

આ પણ વાંચો: અરવલ્લીના મોડાસામાં પોન્ઝી સ્કીમ ચલાવી 50 કરોડનું કૌભાંડ, ત્રણ કંપનીના CEO સામે CID દ્વારા ફરિયાદ