વિશ્વકપ 2019માં બાંગ્લાદેશની ટીમ શાનદાર ફોર્મમાં ચાલી રહી છે. ખાસ કરીને તેના ઓલરાઉન્ડર શાકિબ અલ હસનની વાત કરવામાં આવે તો હાલમાં તે શાનદાર ફોર્મમાં દેખાઇ રહ્યો છે. ગઇકાલે સોમવારે રમાઇ ગયેલી અફઘાનિસ્તાન સામેની મેચમાં તેણે પોતાની ધમાકેદાર બેટિંગ અને શાનદાર બોલિંગથી ટીમને જીત અપાવી હતી. ત્યારે વિશ્વકપમાં શાનદાર ખેલ દેખાડી રહેલાં શાકિબ અલ હસને સોમવારે વધુ એક ઉપલબ્ધિ પોતાના નામે કરી છે. શાકિબે આ મેચમાં પહેલા બેટિંગથી દર્શકોનું દિલ જીતતા ફિફટી અને બાદમાં બોલિંગ કરતા 5 વિકેટ ઝડપી હતી. આપને જણાવી દઇએ કે, વિશ્વ કપમાં આ બીજી વખત જોવા મળ્યુ છે કે, જ્યારે કોઈ ખેલાડીએ એક જ મેચમાં પચાસ રન ફટકારી પાંચ વિકેટ લીધી હોય. વિશ્વકપ 2011માં યુવરાજ સિંહે આયરલેન્ડ વિરુદ્ધ આ કમાલ કર્યો હતો, જે પછી શાકિબ દ્વારા આ કમાલ કરવામાં આવ્યો છે.
Best bowling figures for 🇧🇩 in World Cups ✅
Most wickets for 🇧🇩 in World Cups ✅
Most runs for 🇧🇩 in World Cups ✅
Most runs of anyone in #CWC19 ✅Ladies and gentlemen, Shakib Al Hasan.#RiseOfTheTigers pic.twitter.com/YR47zbcstg
— ICC Cricket World Cup (@cricketworldcup) June 24, 2019
ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરો, રમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો “મંતવ્ય ન્યૂઝ”
વિશ્વકપની શરૂઆતથી જ બાંગ્લાદેશની ટીમ એવા કમાલ કરી રહી છે કે જેના કારણે હવે તેને કોઇ પણ ટીમ હલકામાં લઇ શકે તેમ નથી. જ્યારે તેના ઓલરાઉન્ડર શાકિબ અલ હસન પણ હાલમાં શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે, જે તેણે અફઘાનિસ્તાન વિરુદ્ધ બેટિંગ અને બાદમાં બોલિંગ દ્વારા બતાવ્યુ છે. બાંગ્લાદેશ માટે 3 નંબરે બેટિંગ કરી રહેલાં શાકિબે આ મેચમાં 69 બોલમાં 51 રન બનાવ્યા હતા. તે બાદ 10 ઓવરની બોલિંગમાં તેણે 29 રન આપીને 5 વિકેટ લીધી હતી. શાકિબના આ શાનદાર પર્ફોર્મન્સને કારણે બાંગ્લાદેશે અફઘાન ટીમ સામે 263નો લક્ષ્યાંક રાખ્યો હતો અને 62 રનથી જીત મેળવી હતી.
Shakib Al Hasan is in the form of his life.
He passes 50 for the FIFTH time in #CWC19 😮 pic.twitter.com/IqI1ltcO9t
— ICC Cricket World Cup (@cricketworldcup) June 24, 2019
વિશ્વકપમાં ઓલરાઉન્ડરની વાત કરવામાં આવે તો સૌથી પહેલા શાકિબનું નામ સામે આવે છે. તેણે ગત મેચમાં એક પછી એક ઉપલબ્ધિઓ પોતાના નામે કરી હતી. પહેલા હાફ સેન્ચ્યુરી અને બાદમાં 5 વિકેટ ઝડપી શાકિબે બાંગ્લેદેશની ટીમને આ ટૂર્નામેન્ટમાં મજબૂત બનાવી દીધી છે. એક જ મેચમાં હાફ સેન્ચ્યુરી અને 5 વિકેટ લેનાર શાકિબ હવે વિશ્વ કપમાં આ કરનાર પહેલો બાંગ્લાદેશી ખેલાડી બની ગયો છે. આ ઉપરાંત તેણે વિશ્વ કપમાં પોતાના 1000 રન પણ બનાવી લીધા છે. બાંગ્લાદેશ તરફથી વિશ્વ કપમાં 1000 રન કરનાર તે પહેલો ખેલાડી બની ગયો છે.
Shakib Al Hasan becomes the first Banglaldeshi batsman to pass 1,000 career World Cup runs and just the 19th man to reach the landmark overall 👏 #CWC19 | #BANvAFG pic.twitter.com/UAXYSihXNk
— ICC Cricket World Cup (@cricketworldcup) June 24, 2019
ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરો, રમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો “મંતવ્ય ન્યૂઝ”
વિશ્વકપ 2019 ટૂર્નામેન્ટની વાત કરીએ તો સૌથી વધુ રન બનાવવાની શ્રેણીમાં શાકિબ 476 રને પહેલા નંબર પર છે. બાંગ્લાદેશે વિશ્વકપમાં 6 મેચ રમી છે જેમા શાકિબે 3 મેચમાં હાફ સેન્ચ્યુરી અને 2 મેચમાં સેન્ચ્યુરી ફટકારી છે. તેના પછી ઓસ્ટ્રેલિયાનો ધમાકેદાર બેટ્સમેન ડેવિડ વોર્નર447 રને બીજા ક્રમે છે. ભારતીય બેટ્સમેન તરફથી રોહિત શર્મા 320 રન સાથે 7 નંબર પર છે. તે સિવાય વિરાટ કોહલી 244 રન સાથે 9માં ક્રમે છે.
Shakib's figures today were the best ever recorded by a Bangladeshi player in a World Cup match 🙌 #CWC19 | #RiseOfTheTigers pic.twitter.com/jv7LKmj93Q
— ICC Cricket World Cup (@cricketworldcup) June 24, 2019
પોઈન્ટ ટેબલમાં બાંગ્લાદેશ પાંચમાં સ્થાને પહોચી ગયુ છે.
Bangladesh 🆙 ➡️ 5️⃣th.#CWC19 | #RiseOfTheTigers pic.twitter.com/FyOijaBKDi
— ICC Cricket World Cup (@cricketworldcup) June 24, 2019
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
