Not Set/ સુરત : ડિંડોલીમાં 13 વર્ષીય કિશોરે યુવકને ચપ્પુ મારી કરી હત્યા

સુરત, આડા સંબંધની આડમાં વધુ એક યુવકનો ભોગ લેવાયો છે વાત છે સુરતના ડિંડોલીમાં ચપ્પુના ઘા મારીને યુવકની હત્યા કરવામાં આવી ભાભી સાથે આડા સબંધ હોવાથી દિયરે આ ઘટનાને અંજામ આપ્યો છે અને માત્ર 13 વર્ષીય કિશોરને  સાથે રાખીને તે કિશોર પાસેથી પ્રેમીની હત્યા કરવામાં આવી આ કિશોર વિરૃદ્ધ અગાઉ બે ગુનાઓ નોંધાયા છે હાલ […]

Gujarat Surat

સુરત,

આડા સંબંધની આડમાં વધુ એક યુવકનો ભોગ લેવાયો છે વાત છે સુરતના ડિંડોલીમાં ચપ્પુના ઘા મારીને યુવકની હત્યા કરવામાં આવી ભાભી સાથે આડા સબંધ હોવાથી દિયરે આ ઘટનાને અંજામ આપ્યો છે અને માત્ર 13 વર્ષીય કિશોરને  સાથે રાખીને તે કિશોર પાસેથી પ્રેમીની હત્યા કરવામાં આવી આ કિશોર વિરૃદ્ધ અગાઉ બે ગુનાઓ નોંધાયા છે હાલ પોલીસે ગુનો નોંધી વધુ તાપસ હાથ ધરી છે.

આપને જણાવીએ કે ડીંડોલીમાં બે ટાબરિયાઓએ એક યુવાનને પેટમાં ચપ્પુ મારી દીધું હતું.મહારાષ્ટ્રના જળગાવનો રહેવાસી રિતેશ સોમાનાથ સિપ્પી સુરતના ડીંડોલીમાં રહેતા માસીને ત્યાં કાનબાઈ માતાના ઉત્સવ માટે આવ્યો હતો.

કાનબાઈ માતાના વિસર્જનમાં ગયા હતા. જ્યાં થાકીને આરડી ફાટક પાસે બેઠો હતો. દરમિયાન બાઈક સવાર બે ટાબરીયા ધસી આવી રેમ્બો ચપ્પુથી હુમલો કરી ચપ્પુ પેટમાં ઘૂસાડી દીધું હતું. આ ઘટના નજરે જોનાર રિતેશના બનેવીએ બુમાબુમ કરતા આસપાસથી લોકો દોડી આવ્યા હતા. જેથી હુમલાખોર બાઈક પર ફરાર થઈ ગયા હતા. કાનાબાઈ માતાના વિસર્જનમાં ડીજેના તાલે લોકો નાચી રહ્યો હતો. ત્યારે ડીજેમાં નાચવા બાબતે કે ધક્કો મારવા બાબતે બે ટાબરિયાઓએ રિતેશ પર હુમલો કરી દીધો હતો. અને પેટનાં ભાગે ચપ્પું મારી દીધું હતું.

મહત્વનુ છે કે 108ના ઈમેટી અને પાયલોટે પ્રાથમિક સારવાર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન મોત થયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.