ગોરખપુરથી બીજેપી ઉમેદવાર રવિકિશન આગળ ચાલી રહ્યા છે.
મુંબઈ ઉત્તરથી ઉર્મિલા માતોંડકર પાછળ ચાલી રહી છે.
રાજસ્થાનમાં 21 બેઠકો પર હવે ભાજપ આગળ વધી રહ્યું છે.
ગુજરાતની ચાર બેઠકો પર કોંગ્રેસ આગળ.
અત્યાર સુધીના વલણોમાં એનડીએ 195 બેઠકો આગળ આગળ વધી છે. યુપીએ 100 બેઠકો પર આગળ છે. અન્ય 60 બેઠકો પર આગળ છે.
અમરેલીથી પરેશ ધાનાણી આગળ.
ઉત્તર પ્રદેશમાં બીજેપી કુલ 14 બેઠકો પર આગળ છે.
મુંબઇની સાત બેઠકોમાંથી પાંચમા બીજેપી આગળ ચાલી રહ્યુ છે
રાયબરેલી બેઠક પર સોનિયા ગાંધી આગળ
અમેઠી બેઠક પરથી સ્મૃતિ ઇરાની રાહુલ ગાંધી કરતાં આગળ.
ભરૂચ બેઠક પર કોંગ્રસના શેર ખાન પઠાણ આગળ
પંજાબની ગુરુદાસ બેઠકથી સની દેઓલ આગળ
ગુના બેઠકથી જ્યોતિરાદિત્ય સિંધિયા પાછળ, કોંગ્રેસને મોટો ઝટકો
ભાજપના રાજકોટ બેઠકથી મોહન કુંડારિયા 20 મતોથી આગળ વધી રહ્યા છે.
પાટણ જગદીશ ઠાકોર આગળ ચાલી રહ્યા છે.
ગાંધીનાગર સી જે ચાવડા પાછળ
અમદાવાદ પૂર્વ એચ એચ પટેલ આગળ
ભોપલની વીઆઈપી સીટથી સાધ્વી પ્રજ્ઞા, દિગ્વિજય સિંહથી આગળ વધી રહ્યા છે.
મથુરાથી હેમા માલિની હાલ આગળ છે.
ટ્રેન્ડ પ્રમાણે હાલ જોવામાં આવે તો બીજેપી ગઠબંધન એનડીએ 106 જ્યારે કોંગ્રેસના યુપીએને 35 બેઠકો આગળ ચાલી રહ્યું છે, વળી અન્યને ૩૫ બેઠકો પર આગળ છે.
આશરે એક મહિનાથી વધુ ચાલેલી લોકસભા ચૂંટણીનું આજે પરિણામ આવી રહ્યું છે, શરૂઆતી વલણમાં બીજેપી ગઠબંધન, એનડીએ આગળ ચાલી રહ્યું છે
એનડીટીવી મુજબ, ભાજપ + દેશભરમાં 69 બેઠકો પર અને કોંગ્રેસ + 16 બેઠકો આગળ.
બિહારમાં અત્યાર સુધી 9 બેઠકો પર એનડીએ આગળ ચાલી રહ્યું છે. અહીં કુલ 30 બેઠકો પરના વલણ આવી રહ્યા છે
ગુજરાત, રાજસ્થાન, યુપી, બિહાર, મહારાષ્ટ્ર, દિલ્હીમાં ભાજપ આગળ
પશ્ચિમ બંગાળમાં ભાજપ 6 બેઠકો પર આગળ
યૂપીમાં ભાજપએક સીટ પર આગળ ચાલી રહ્યું છે.
મહારાષ્ટ્રમાં ભાજપ 7 અને શિવસેના 3 બેઠકો પર આગળ
કર્ણાટકમાં બે સીટ પર ભાજપ આગળ છે. તો ત્યારે રાજસ્થાનમાં પણ બે સીટ પર ભાજપ આગળ જોવા મળી રહ્યું છે. પશ્ચિમ બંગાળમાં ભાજપ માટે સારા સમાચાર મળી રહ્યા છે. બંગાળમાં એક બેઠક પર ભાજપ આગળ છે.
સુરતમાં ભાજપ આગળ ચાલી રહ્યું છે.
વારાણસીમાંથી મોદી આગળ
અમેઠીમાં સ્મૃતિ છે આગળ
લખનૌથી રાજનાથ સિંહ આગળ
રાજસ્થાનમાં 10 બેઠકો પર ભાજપ આગળ
ગુજરાતમાં એનડીએ 25 બેઠક પર આગળ
ગાંધીનગર બેઠક પરથી અમિત શાહ આગળ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચશે ભાજપ કાર્યાલય
અમદાવાદ પશ્ચિમ બેઠકની મતગણતરી શરૂ,ગુજરાત કોલેજમાં મત ગણતરી શરૂ,બેલેટ પેપરની ગણતરી શરૂ,થોડીવારમાં EVM ની ગણતરી શરૂ થશે.
મત ગણતરી શરૂ, ઈવીએમ અને બેલેટ પેપરની મતગણતરી એક સાથે થશે.
અભિનેતા અને ગોરખપુર થી બીજેપીના ઉમેદવાર રવિકિશને ચૂંટણીઓના પરિણામો પહેલા પત્ની સાથે પૂજા-અર્ચનાની કરી.

લોકસભાચૂંટણીઓમાં જીતનો તાજ કોના માથે પહેરવામાં આવશે, તે આજે નક્કી થશે. વિશ્વની સૌથી મોટી લોકશાહી પ્રક્રિયા હેઠળ સાત તબક્કામાં કરવામાં આવે મતદાનની ગણતરી સવારે 8 વાગ્યે શરૂ થશે અને બપોરે સુધી ટ્રેન્ડ મળવા લાગશે. મોટાભાગના એક્ઝિટ પોલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ભાજપની નીત એનડીએની સત્તામાં પરત આવવાની શક્યતા છે, ત્યાં વિરોધ પક્ષોએ એક્ઝિટ પોલના પરિણામોને નકારતા પોતાની જીતનો દાવો કર્યો છે. 2014 લોકસભાની ચૂંટણીઓમાં ભાજપે એકલા 282 બેઠકો જીતી હતી, જ્યારે કોંગ્રેસ ફક્ત 44 બેઠકો પર સીમિત થઈ હતી. આ વખતે પીએમ મોદીનો જાદુ યથવાત રહે છે કે પછી રાહુલ ગાંધીનો કરિશ્મા જોવા મળશે, એતો પરિણામ જ નક્કી થશે.
