Dhanteras 2026/ ધનતેરસે સોનુ ખરીદવાનું સૌથી ઉત્તમ મુહૂર્ત…આ સમય રહેશે સૌથી શુભ…!

આ વર્ષે ધનતેરસ (Dhanteras 2026)નું પર્વ 6 નવેમ્બર 2026ના રોજ મનાવવામાં આવશે. તો જાણીએ કે આ ધનતેરસે સોનુ ખરીદવા માટે સૌથી શુભ સમય કયો રહેશે?

Trending Religious Rashifal Dharma & Bhakti
Dhanteras 2026 ના દિવસે Valuable સોનાની ખરીદીનું Auspicious મુહૂર્ત કયું?

Dhanteras 2026: ધનતેરસના દિવસે સોનુ-ચાંદી ખરીદવાનું અત્યંત શુભ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે આ દિવસે નવી વસ્તુઓ ખરીદવાથી એમાં 13 ગણી વૃદ્ધિ થાય છે. તો જાણીએ કે આ ધનતેરસે સોનુ ખરીદવા (Dhanteras 2026 Gold Buying Mahurat) માટે સૌથી શુભ સમય કયો રહેશે?

ધનતેરસનો તહેવાર દર વર્ષે અશ્વિન માસના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિએ મનાવવામાં આવે છે. આ દિવસે માતા લક્ષ્મી, કુબેર દેવ અને ભગવાન ધન્વંતરિની પૂજા કરવામાં આવે છે. ધન્વંતરિને આયુર્વેદના દેવતા અને દેવતાઓના વૈદ્ય માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાનુસાર, આ દિવસે સમુદ્ર મંથનમાંથી ધન્વંતરિ પ્રગટ થયા હતા આથી ધનતેરસને ધન્વંતરિ ત્રયોદશી અથવા ધન્વંતરિ જયંતિ પણ કહે છે. ધનતેરસના દિવસે સોનુ-ચાંદી ખરીદવાનું અત્યંત શુભ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે આ દિવસે નવી વસ્તુઓ ખરીદવાથી એમાં 13 ગણી વૃદ્ધિ થાય છે. આ વર્ષે ધનતેરસનું પર્વ 6 નવેમ્બર 2026ના રોજ મનાવવામાં આવશે. તો જાણીએ કે આ ધનતેરસે સોનુ ખરીદવા માટે સૌથી શુભ સમય કયો રહેશે?

માતા લક્ષ્મી, કુબેર દેવ અને ભગવાન ધન્વંતરિની પૂજા
માતા લક્ષ્મી, કુબેર દેવ અને ભગવાન ધન્વંતરિની પૂજા

ધનતેરસ 2026 પૂજાનું શુભ મુહૂર્ત (Dhanteras 2026 Puja Mahurat)

પંચાંગ અનુસાર, અશ્વિન માસના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિનો પ્રારંભ 6 નવેમ્બરે સવારે 10 વાગીને 30 મિનિટ એ થશે. ત્રયોદશી તિથિનું સમાપન 7 નવેમ્બરે સવારે 10 વાગીને 47 મિનિટે થશે. પ્રદોષ કાળનું મુહૂર્ત સાંજે 5 વાગીને 33 મિનિટથી રાત્રે 8 વાગીને 9 મિનિટ સુધી રહેશે. ધનતેરસની પૂજા માટેનું શુભ મુહૂર્ત સાંજે 6 વાગીને 2 મિનિટથી સાંજે 7 વાગીને 57 મિનિટ સુધીનું રહેશે. જો કે અલગ-અલગ શહેરોના સૂર્યોદય અનુસાર અમુક મિનિટોનું અંતર હોઈ શકે છે. તેથી સ્થાનિક પંચાગ જોવું હિતાવહ રહેશે.

ધનતેરસ 2026 ના દિવસે સોનુ ખરીદવાનું શુભ મુહૂર્ત (Dhanteras 2026 Gold Buying Mahurat)

6 નવેમ્બર 2026 અર્થાત્ ધનતેરસના દિવસે સોનુ ખરીદવા માટેનું સૌથી ઉત્તમ મુહૂર્ત સવારે 10 વાગીને 30 મિનિટથી શરુ થઈને 7 નવેમ્બરના રોજ સવારે 6 વાગીને 37 મિનિટ સુધીનું રહેશે.

ધનતેરસ 2026ના શુભ ચોઘડિયા

પ્રાત: મુહૂર્ત (ચર, લાભ, અમૃત) – 10:30 AM થી 10:43 AM

બપોરનું મુહૂર્ત (ચર)- 04:11 PM થી 5:43 PM

બપોરનું મુહૂર્ત (શુભ)- 12:05 PM થી 01:27 PM

રાત્રિ મુહૂર્ત (લાભ)- 08:49 PM થી 10:27 PM

રાત્રિ મુહૂર્ત (શુભ, અમૃત, ચર) -12:05 AM થી 04:59 AM, નવેમ્બર 7

Dhanteras 2026- what to buy and what not to buy
Dhanteras 2026- what to buy and what not to buy

ધનતેરસના દિવસે શું ખરીદવું? (What to buy on Dhanteras)

1. સોના-ચાંદીના ઘરેણા

2. પિત્તળના વાસણ

3. સાવરણી

4. મીઠું

5. સોના-ચાંદીના સિક્કા

6. માતા લક્ષ્મી અને ગણેશજીની મૂર્તિ

7. ઘર

8. જમીન

ધનતેરસના દિવસે શું ન ખરીદવું? (What not to buy on Dhanteras)

1. સિરામિક (China Clay)થી બનેલી વસ્તુઓ

2. સ્ટીલના વાસણ

3. પ્લાસ્ટિકની વસ્તુઓ

4, કાચ કે અરીસો

5. લોખંડનો સામાન

6. કાળા રંગના કપડા

7. અણીદાર વસ્તુઓ

8. એલ્યુમિનિયમની વસ્તુઓ


આ પણ વાંચો:

આ પણ વાંચો: ધનતેરસથી દિવાળી સુધી આ 5 વાસ્તુ ઉપાય કરો…વધશે પૈસા…વધશે સમૃદ્ધિ!

આ પણ વાંચો: કુબેર કોણ છે…લક્ષ્મીજી અને આ દેવતાની ઉપાસના વિના ધનતેરસનો તહેવાર પૂર્ણ ન ગણાય…