Ahmedabad News/ બાળકોના ઝઘડાની અદાવતે પાડોશીનો મહિલા અને વૃદ્ધ સાસુ-સસરા પર લાકડીથી હુમલો!

Dholera Attack: અમદાવાદ ગ્રામ્યના ધોલેરાના પીપળી ગામમાં બાળકો વચ્ચેના ઝઘડાની અદાવતે પાડોશીએ મહિલા અને તેના વૃદ્ધ સાસુ-સસરા પર લાકડીથી હુમલો કર્યો. ધોલેરા પોલીસમાં ફરિયાદ નોંધાઈ.

Top Stories Gujarat Others
Dholera Attack: ધોલેરાના પીપળી ગામે બાળકોના ઝઘડાની અદાવતે મહિલા અને વૃદ્ધો પર હુમલો

Ahmedabad News: અમદાવાદ ગ્રામ્યના ધોલેરા તાલુકાના પીપળી ગામમાં બાળકો વચ્ચે થયેલા સામાન્ય ઝઘડાની અદાવત રાખીને પાડોશીએ એક મહિલા અને તેના વૃદ્ધ સાસુ-સસરા પર હુમલો (Dholera Attack) કર્યો હોવાની ઘટના સામે આવી છે. બપોરે બાળકો વચ્ચે થયેલી બોલાચાલી બાદ રાત્રે ઉગ્ર બનેલા વિવાદમાં આરોપીએ લાકડી વડે હુમલો કર્યો હતો. આ ઘટનામાં વૃદ્ધ સાસુને માથામાં ગંભીર ઈજા થઈ હતી. બનાવ અંગે ધોલેરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

Dholera Attack: બાળકો વચ્ચેના ઝઘડાની અદાવતે શરૂ કર્યો વિવાદ

મળતી માહિતી મુજબ, પીપળી ગામ (Pipli Village Attack)માં રહેતાં પ્રભાબેન હેમુભાઈ કુકરાણીયા (ઉં.વ. 35) રાત્રે આશરે 10 વાગ્યે પોતાના ઘરની બહાર નીકળ્યાં હતાં. આ દરમિયાન સામે રહેતા કિશન નાનજીભાઈ કુકરાણીયાએ તેમની સાથે ગાળાગાળી કરીને ઝઘડો શરૂ કર્યો હતો. બપોરે પ્રભાબેનના દીકરાએ પોતાના દીકરાને કેમ માર્યો હતો, તેમ કહી કિશને ઉગ્ર બોલાચાલી કરી હતી.

વચ્ચે પડતાં વૃદ્ધ સાસુના માથામાં લાકડીનો ફટકો માર્યો

આરોપીએ પ્રભાબેન પર લાકડી વડે હુમલો (Neighbour Dispute) કર્યો હતો. દરમિયાન તેમને બચાવવા વચ્ચે પડેલાં સાસુ કમુબેન દિપુભાઈના માથામાં પણ લાકડીનો ફટકો વાગ્યો હતો. જેના કારણે તેમનું માથું ફૂટી જતાં તેઓ લોહીલુહાણ હાલતમાં નીચે ઢળી પડ્યાં (Stick Attack) હતાં. આ ઉપરાંત, છોડાવવા આવેલા સસરા દિપુભાઈને પણ ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો.

જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપી ફરાર

હુમલા બાદ આરોપી કિશન જાનથી મારી નાખવાની ધમકી આપીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ઈજાગ્રસ્ત સાસુ-સસરાને 108 એમ્બ્યુલન્સ મારફતે ધોલેરા સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે તેમને ધંધૂકાની આર.એમ.એસ. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ધોલેરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ

સારવાર બાદ પ્રભાબેને કિશન નાનજીભાઈ કુકરાણીયા સામે ધોલેરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 115(2), 118(1), 351(3) અને 352 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચો: UAEથી પોરબંદર આવી રહેલા જહાજ પર હુમલો, ગુજરાતના ખલાસીએ જીવ ગુમાવ્યો

આ પણ વાંચો: જામનગરમાં દબાણ હટાવવા ગયેલી મનપાની ટીમ પર હુમલો! કર્મચારીને રસ્તા પર પાડી ઢોર માર માર્યો

આ પણ વાંચો: ભાવનગરમાં બાળકોની રમતની અદાવતે લોહિયાળ ખેલ! યુવક પર છરી-પાઈપથી હુમલો, માથામાં ફ્રેક્ચર