નવી દિલ્હી,
પાકિસ્તાનના ક્રિકેટર શોએબ માલિક અને ટેનિસ સ્ટાર ખેલાડી સાનિયા મિર્ઝાના ઘરે મોટી ખુશી આવી છે. સાનિયા મિર્ઝાએ પુત્રને જન્મ આપ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સાનિયા મિર્ઝાના લગ્ન વર્ષ ૨૦૧૦માં શોએબ માલિક સાથે થયા હતા.
Tennis star Sania Mirza and her cricketer husband Shoaib Malik, who were expecting their first child, are now proud parents of a baby boy.
Read @ANI Story| https://t.co/mirxPzeSwB pic.twitter.com/U0q0aOvOpD— ANI Digital (@ani_digital) October 30, 2018
શોએબ મલિકે ટ્વિટ કરતા જણાવ્યું હતુ કે, “હું ખૂબ ઉત્સાહિત છું, પુત્ર થયો છે અને મારી ગર્લ (સાનિયા મિર્ઝા) બિલકુલ યોગ્ય છે. હંમેશાની જેમ તે મજબૂતી સાથે ઉભી છે. #અલહમદુલ્લાહ. તમારી પ્રાર્થના અને શુભેચ્છાઓ માટે ધન્યવાદ”.
https://twitter.com/realshoaibmalik/status/1057090038993870849
શોએબ મલિકે ટ્વિટ સાથે હેશટેગ #BabyMirzaMalikનો પણ ઉપયોગ કર્યો હતો.
શોએબ મલિક ઉપરાંત બોલીવુડ ફિલ્મ નિર્માતા ફરાહ ખાને પણ સાનિયા મિર્ઝાના માં બનવાની ખુશી વ્યક્ત કરી હતી. ફરાહ ખાને એક એનિમેટેડ તસ્વીર પણ શેર કરી હરી અને એમાં લખ્યું હતું કે, Baby Mirza Malik is Here.
https://www.instagram.com/p/BpifBBdgUTg/?taken-by=farahkhankunder
આ સાથે આ તસ્વીર પર ફરાહ ખાનનું પોતાનું પણ એનિમેશન પણ છે છે જેમાં લખ્યું હતું કે, “હું ખાલા બની ગઈ છું”.
મહત્વનું છે કે, પોતાની પ્રેગ્ન્સી દરમિયાન સાનિયા મિર્ઝાએ એક સવાલના જવાબમાં લખ્યું હતું કે, તેઓ પોતાના બાળકના નામ સાથે મિર્ઝા અને માલિકની સરનેમ જોડવામાં આવશે,
