ગુજરાતમાં કોરનાના નવા સંક્રમણના કેસોમાં ઘટાડો જોવા મળે છે અને કોરોનાની સ્થિતિ નિયંત્રણમાં છે પરતું દિવાળી બાદ કોરોનાના કેસમાં ઉછાળો જોવા મળ્યો છે, કોરોનાના કેસ દિવાળીના તહેવારના લીધે વધી ગયા છે,આજે રાજ્યમાં નવા સંક્રમણના 54 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાની સ્થિતિમાં વધારો જોવા મળ્યો છે જે ચિંતાજનક છે.
રાજ્યમાં કોરોનાના નવા સંક્રમણના કેસ છેલ્લા 24 કલાકમાં 54 નોંધાયા છે જે પ્રતિદિન સરેરાશ કરતાં વધારે છે અત્યાર સુધી રાજ્યમાં 14 થી લઇને 22 સુધા કેસ જોવા મળતા હતા એટલે કે આંશિક વધઘટ કેસમાં જોવા મળતી હતી પરતું દિવાળી બાદ આ નવા કેસમાં એકદમ વધારો જોવા મળ્યો છે. લાંબા સમય બાદ કોરોનાા કેસ અડધ સદી પાર કરી ગયું છે. રાજ્યમાં આજે 16 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને છેલ્લા 24 કલાકમાં એક પણ દર્દીનું કોરોનાથી મોત નિપજ્યું નથી જે સારી વાત છે. હાલ રાજ્યમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 291 છે.
રાજ્ય સરકાર કોરોનાને નાબૂદ કરવા માટે અભિયાન હાથ ધર્યુ છે અનેક સ્થળો પર વેક્સિનેશન સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે ,રાજ્યમાં કોરોના વેક્સિનેશન મામલે અનેક મહા નગરપાલિકાઓએ કડક નિયમો પણ અમલી બનાવ્યા છે .અમદાવાદમાં વક્સિનેશન ડોઝ નહી લીધા હોય તો પગાર આપવામાં આવશે નહી ,આ ઉપરાંત જો વેક્સિન નહી લીધી હોય તો એમટીએસ,બીઆરટીએસમાં પ્રવેશ પ્રતિબંધ કરી દેવામાં આવ્યો છે .આ ઉપરાંત અનેક જાહેર સ્થળો ,સોસાયટી સહિત પહેણાંક વિસ્તારમાં વેક્સિનેશનના સેન્ટર કાર્યરત કરી દીધા છ.
