Ahmedabad News/ વકીલોની સુરક્ષા માટે કેન્દ્ર સરકારનો ઐતિહાસિક નિર્ણય, ‘Advocate Protection Act’ લાવવાની જાહેરાત

કેન્દ્ર સરકારે વકીલો (Advocates)ની સુરક્ષા માટે ‘Advocate Protection Act’ લાવવાની જાહેરાત કરી છે. બાર કાઉન્સિલે આ નિર્ણયને ઐતિહાસિક ગણાવ્યો છે, જે વકીલોના હક્કો અને સુરક્ષાને મજબૂતી આપશે.

Gujarat Ahmedabad Trending
Advocates

Advocate Protection Act: દેશભરના વકીલો (Advocates) માટે કેન્દ્ર સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ અને લાંબા સમયથી અપેક્ષિત નિર્ણય લેવામાં આવ્યો છે. વકીલોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ‘Advocate Protection Act’ લાવવાની જાહેરાત કરવામાં આવી છે. વર્ષોથી બાર કાઉન્સિલ અને વકીલ સંગઠનો દ્વારા કરવામાં આવતી આ માંગ હવે સંતોષાઈ છે. આ જાહેરાત બાદ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. બાર કાઉન્સિલે આ નિર્ણયને ન્યાયિક વ્યવસ્થાથી જોડાયેલા તમામ લોકો માટે એક સીમાચિહ્નરૂપ પગલું ગણાવ્યું છે.

વકીલો (Advocates)ની સુરક્ષા માટે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય

ઉલ્લેખનીય છે કે, વકીલો (Advocates) પોતાના વ્યાવસાયિક ફરજો બજાવતા સમયે ઘણીવાર હુમલા, ધમકીઓ અને દબાણનો સામનો કરતા હોય છે. આવા બનાવોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે હવે વકીલો માટે ખાસ સુરક્ષા કાયદો લાવવાનો નિર્ણય કર્યો છે. Advocate Protection Act અમલમાં આવવાથી વકીલ  પર ફરજ દરમિયાન કરવામાં આવેલા હુમલાઓને ગંભીર ગુના તરીકે ગણવામાં આવશે. મળતી માહિતી મુજબ, આવા ગુનાઓને બિનજામીનપાત્ર બનાવવાની પણ જોગવાઈ કરવામાં આવી શકે છે, જેથી વકીલોને નિર્ભય વાતાવરણમાં કામ કરવાની તક મળે.

બાર કાઉન્સિલ અને વકીલ આલમમાં ખુશીની લહેર

આ કાયદાની માંગ વર્ષોથી દેશના વિવિધ રાજ્યોના બાર કાઉન્સિલ અને કાયદાકીય સંગઠનો દ્વારા કરવામાં આવી રહી હતી. કેન્દ્ર સરકારના આ નિર્ણયથી માત્ર ગુજરાત નહીં પરંતુ સમગ્ર દેશના વકીલ વર્ગમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. કાયદાકીય નિષ્ણાતો માને છે કે આ કાયદો વકીલો (Advocates)ના આત્મસન્માન, સલામતી અને સામાજિક સુરક્ષા માટે મહત્વની ભૂમિકા ભજવશે અને ન્યાયિક પ્રક્રિયાને વધુ મજબૂત બનાવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ક્રિમિનલ કેસ ધરાવતા વકીલોના લાયસન્સ સસ્પેન્ડ થશે: બાર કાઉન્સિલ

આ પણ વાંચો:  બાર કાઉન્સિલ દ્વારા તુર્કી અને અઝરબૈજાનનો પ્રવાસ ન કરવા વકીલોને અપીલ

આ પણ વાંચો: માલિકની મંજૂરી વગર બાંધકામ કરનાર ભાડુઆતને મિલકત ખાલી કરવી પડશે: ગુજરાત હાઈકોર્ટ