Delhi Malviya Nagar Fire 2026: દિલ્હીના માલવીય નગર વિસ્તારમાંથી એક અત્યંત દર્દનાક અને હૃદયકંપાવનારો કિસ્સો સામે આવ્યો છે. બુધવારે સવારે અહીં આવેલી એક ફેમસ રેસ્ટોરન્ટમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ કે રેસ્ટોરન્ટ અને ઈમારતની અંદર હાજર લોકોને બહાર નીકળવાનો મોકો જ ન મળ્યો અને તેઓ અંદર જ ફસાઈ ગયા. આ ભયાનક અકસ્માતમાં 21 લોકોના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે અનેક લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. આ મોટી દુર્ઘટના પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે.
दिल्ली के मालवीय नगर में आग लगने की घटना से मन अत्यंत व्यथित है। स्थानीय प्रशासन राहत एवं बचाव कार्य में जुटा हुआ है। इस हृदयविदारक घटना में जिन लोगों ने अपने परिजनों को खोया है, मेरी संवेदनाएँ उनके साथ हैं। ईश्वर शोकाकुल परिवारों को यह दु:ख सहने की शक्ति प्रदान करें। घायलों को…
— Amit Shah (@AmitShah) June 3, 2026
ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- ‘મન અત્યંત વ્યથિત છે…’
આ ભયાનક અગ્નિકાંડની ઘટના પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને શોક વ્યક્ત કર્યો છે. તેમણે લખ્યું કે, “દિલ્હીના માલવીય નગરમાં આગ લાગવાની આ દુર્ઘટનાથી મારું મન અત્યંત વ્યથિત અને દુઃખી છે. સ્થાનિક પ્રશાસન અને રાહત ટીમો બચાવ કાર્યમાં લાગેલી છે. આ હૃદયદ્રાવક ઘટનામાં જેમણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે, તેમના પ્રત્યે મારી ઊંડી સંવેદના છે. ઈશ્વર શોકાકુલ પરિવારોને આ અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ આપે. તમામ ઘાયલોને હોસ્પિટલમાં શ્રેષ્ઠ તબીબી સુવિધા આપવામાં આવી રહી છે અને હું તેમના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું.”
The loss of lives due to a fire incident in Malviya Nagar, Delhi is tragic. My condolences to those who have lost their loved ones. Wishing a speedy recovery to the injured. Authorities are providing all possible assistance to those affected.
An ex-gratia of Rs. 2 lakh from…
— PMO India (@PMOIndia) June 3, 2026
Delhi માં 40 થી વધુ લોકોને બચાવી લેવાયા
મોટું રેસ્ક્યુ ઓપરેશન: આગની માહિતી મળતા જ દિલ્હી(Delhi) ફાયર સર્વિસની ગાડીઓ, દિલ્હી પોલીસ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી.
40 લોકોનો બચાવ: દક્ષિણ દિલ્હીના(Delhi) ડીસીપી અનંત મિત્તલના જણાવ્યા અનુસાર, રેસ્ક્યુ ઓપરેશન ચલાવીને ઈમારતમાંથી 40 થી વધુ લોકોને સુરક્ષિત બહાર કાઢી નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવાયો છે.
PM રાહત ફંડમાંથી સહાય: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ ઘટના પર શોક વ્યક્ત કરીને વળતરની જાહેરાત કરી છે. પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (PMNRF) માંથી પ્રત્યેક મૃતકના પરિવારને 2 લાખ રૂપિયા અને તમામ ઈજાગ્રસ્તોને 50,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે.
મુખ્યમંત્રી રેખા ગુપ્તા રાખી રહ્યા છે નજર
દિલ્હીના(Delhi) મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ પણ આ ઘટના અંગે ઊંડો અફસોસ વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે સરકાર સમગ્ર સ્થિતિ પર સતત નજર રાખી રહી છે. તેમણે જણાવ્યું કે ઘટનાની જાણ થતાં જ દિલ્હી ફાયર સર્વિસ, દિલ્હી પોલીસ, દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (DDMA) અને CATS એમ્બ્યુલન્સ સેવાઓની ટીમોને મિનિટોની અંદર ઘટનાસ્થળે એક્ટિવ કરી દેવામાં આવી હતી, જેના કારણે 40 થી વધુ લોકોની જાન બચાવી શકી છે. હાલ પોલીસ અને ફોરેન્સિક ટીમ આગ લાગવાના ચોક્કસ કારણોની તપાસ કરી રહી છે.
આ પણ વાંચો:દિલ્હીના માલવીય નગરની રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, 20નાં મોત; બેઝમેન્ટમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ
આ પણ વાંચો:દિલ્હીના વિવેક વિહારમાં ભીષણ આગ, AC બ્લાસ્ટથી 9ના મોત, બચાવ કામગીરી ચાલુ
આ પણ વાંચો:દિલ્હીના સાધ નગરમાં ભીષણ આગ, ઇમારતમાં ફસાયેલા 9 લોકોનું દિલધડક રેસ્ક્યુ
