Junagadh News: જૂનાગઢમાં વિસાવદર (Visavadar) બેઠકમાં આજે 2 મતદાન (Re-Voting) મથકે સવારે 7 થી સાંજે 6 કલાક સુધી ફરીથી મતદાન થવાનું છે. 86 (માલીડા) અને 111 (નવા વાઘણિયા) બૂથ પર સવારથી મતદાન શરૂ થઈ ગયું છે.
વિસાવદર અને કડી વિધાનસભાની પેટાચૂંટણી 19 જૂનનાં રોજ યોજાઈ હતી. કડી અને વિસાવદર વિધાનસભા મતવિસ્તારોમાં 55%થી વધુ મતદાન થયું હતું. 5.50 લાખથી વધુ મતદારો હતા, વિસાવદર વિધાનસભામાં સાંજે 56 ટકા જેટલું મતદાન થયું હતું. જોકે, આપ પક્ષ દ્વારા બૂથ કેપ્ચરિંગની અધિકારીઓને ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદ બાદ નવા વાઘણિયા (111) અને માલીડા (86) બેઠક પર આજે વિધિવત્ મતદાન શરૂ થઈ ગયું છે.
ફરી મતદાન સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી યોજાશે. ચૂંટણી અધિકારીઓએ તમામ રાજકીય પક્ષો અને ઉમેદવારોને આ નિર્ણયની લેખિત જાણ કરી છે. મતદારોને પણ પુનઃમતદાન અંગે માહિતગાર કરવામાં આવી રહ્યા છે. ચૂંટણી પંચે નિર્વચન પ્રક્રિયાને નિષ્પક્ષ અને પારદર્શી બનાવવાની ખાતરી આપી છે. આ રી-વોટિંગના પરિણામ વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીના અંતિમ પરિણામમાં મહત્વનો ભાગ ભજવશે.
આ પણ વાંચો:વિધાનસભાની પેટા ચૂંટણીમાં બે બુથ પર ફરીથી મતદાન, ‘આપ’ના ઉમેદવારની બુથ કેપ્ચરિંગની ફરિયાદ બાદ નિર્ણય
આ પણ વાંચો:કડી-વિસાવદર પેટાચૂંટણી, ત્રિકોણીય જંગમાં ઉમેદવારોની અગ્નિપરીક્ષા
આ પણ વાંચો:કડી અને વિસાવદરની બેઠકો પર જીત મેળવવા આજે કમલમમાં બેઠક

