Gandhinagar News/ કડી અને વિસાવદરની બેઠકો પર જીત મેળવવા આજે કમલમમાં બેઠક

આ બેઠકને રાજ્યનું એપીસેન્ટર પણ માનવામાં આવે છે. અહીંથી જ કેશુભાઈ પટેલ ચૂંટાઈને મુખ્યમંત્રી બન્યા હતા.

Top Stories Gandhinagar Gujarat Breaking News

Gandhinagar News: કડી અને વિસાવદરની બે બેઠકોની પેટા ચૂંટણીની જાહેરાત થઈ ગયા બાદ ભાજપે બેઠક મેળવવા યુદ્ધનાં ધોરણે તૈયારીઓ શરૂ કરી દીધી છે. માહિતી મુજબ આજે ગાંધીનગર કમલમ ખાતે ભાજપની સંસદીય દળની બેઠકનું આયોજન કરાયું છે. જ્યાં બંને બેઠકો માટે ઉમેદવાર નક્કી કરવામાં આવશે.

રાજ્યની બે ખાલી પડેલી બેઠકો ખાલી પડતાં પેટાચૂંટણી યોજાવાની છે. 19 જૂને મતદાન અને 23 જૂને પરિણામ જાહેર થશે. ત્યારે આજે બંને બેઠક પર ભવ્ય વિજય મેળવવા ભાજપ કયા ઉમેદવારને ટિકિટ આપવી તે નક્કી કરવા કમલમ ખાતે સંસદીય દળની બેઠક યોજશે. પક્ષે કવાયત શરૂ કરી દીધી છે. પ્રાપ્ત માહિતી અનુસાર પ્રભારી, સંયોજક, સહ-સંયોજક પણ હાજર રહેશે. કડી બેઠક પર ઉમેદવાર માટે સેન્સ પ્રક્રિયા યોજાવાની છે.

કડી વિધાનસભા બેઠક પૂર્વ ધારાસભ્ય કરશન સોલંકીના અવસાન બાદ ખાલી પડી હતી. બીજી બાજુ  ધારાસભ્ય ભૂપેન્દ્ર ભાયાણીના રાજીનામા બાદ વિસાવદર બેઠક પર પણ પેટાચૂંટણી યોજાશે. જૂનાગઢ જિલ્લાની વિસાવદર બેઠક પાટીદાર મતદારોનો ગઢ માનવામાં આવે છે. જનતા આ બેઠક પરથી પાટીદાર નેતાઓને ચૂંટીને વિધાનસભામાં મોકલે છે. જોકે છેલ્લા 13 વર્ષથી આ બેઠક પરથી પાટીદાર નેતાઓ ચૂંટાઈ રહ્યા છે, પરંતુ તે ચૂંટાયેલા પ્રતિનિધિઓ વિપક્ષમાં બેસે છે.

છેલ્લા 13 વર્ષથી ભાજપના ધારાસભ્યોને હારનો સ્વાદ ચાખી રહ્યાં છે. આ બેઠકને રાજ્યનું એપીસેન્ટર પણ માનવામાં આવે છે. અહીંથી જ કેશુભાઈ પટેલ ચૂંટાઈને મુખ્યમંત્રી બન્યા હતા. લેઉઆ પાટીદારોની સંખ્યા બહુમતી હોવાથી પાટીદારોનો ગઢ મનાય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વિસાવદર વિધાનસભા ચૂંટણીમાં રાજકીય ખળભળાટ, ઈટાલિયા સામે અરજી

આ પણ વાંચો:મહિનાનાં અંત સુધી ગ્રામ પંચાયતની ચૂંટણીની જાહેરાત થવાની સંભાવના, દાવેદારોએ કમર કસી

આ પણ વાંચો:ગુજરાતની બે વિધાનસભાની પેટા ચૂંટણીની તારીખ થઈ જાહેર,19 જૂને કડી અને વિસાવદરમાં યોજાશે મતદાન