Gujarat/ ઊનાનાં કોબ ગામની દરીયાઇ ખાડીમાંથી વિદેશી દારૂ સાથે 3 શખ્સ ઝડપાયા

કેન્દ્ર શાસીત પ્રદેશ દીવમાંથી વ્યાપક પ્રમાણમાં દારૂની હેરાફેરી થતી હોય તેમ દીવથી દારૂની સપ્લાય કરતા અવનવા પેતરા બુટલેગરો અજમાવી દરીયાઇ ખાડીમાંથી દારૂની સપ્લાય કરતા…

Gujarat Others

@કાતિક વાજા, મંતવ્ય ન્યૂઝ – ઊના

કેન્દ્ર શાસીત પ્રદેશ દીવમાંથી વ્યાપક પ્રમાણમાં દારૂની હેરાફેરી થતી હોય તેમ દીવથી દારૂની સપ્લાય કરતા અવનવા પેતરા બુટલેગરો અજમાવી દરીયાઇ ખાડીમાંથી દારૂની સપ્લાય કરતા હોવાની બાતમી મળી હતી.

જે આધારે નવા બંદર મરીનનાં પો.સબ.ઇન્સ. કે.વી.પરમાર, એ.એસ.આઇ. કંચનબેન પરમાર, સરમણભાઇ છેલાણા, પ્રદિપસિંહ રાયજાદા, પ્રવિણભાઇ મોરી, હસમુખભાઇ ચાવડા, સંદિપભાઇ સોલંકી સહીતનાએ કોબ ગામની દરીયાઇ ખાડી કાઠેથી વિદેશી દારૂનો જથ્થો સાથે ત્રણ શખ્સોને મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ અને દારૂ મંગાવનાર શખ્સને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ ભાણાભાઇ ઉર્ફે બાવો ભગવાનભાઇ કામળીયા રહે.ચીખલી, રાજેશભાઇ પોલાભાઇ ભાલીયા રહે.કોબ, તેમજ ભરતભાઇ ઉર્ફે ચીકુ સરમણભાઇ સોલંકી રહે.કોબ વાળાઓએ ગે.કા. વગર પાસ પરમીટે દારૂની સપ્લાય કરતા હતા. જે બાતમી આધારે નવા બંદર મરીન પોલીસે કોબ ગામની દરીયાઇ ખાડી કાંઠેથી વિદેશી દારૂ બોટલો તેમજ બીયરનાં ટીન મળી કુલ નં. 290 કિ.રૂ. 26,300 તેમજ 3 મોબાઇલ સહીતનો કુલ રૂ. 28,૩૦૦ નાં મુદ્દામાલ સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડી ધોરણસર કાર્યવાહી કરી હતી. અને દારૂ મંગાવનાર પુંજાભાઇ લાખભાઇ બારીયા રહે-કોબ વાળાને પકડવા નવા બંદર મરીન પોલીસે તજવીજ હાથ ધરેલ છે.

Kevadia: સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા જનશતાબ્દી ટ્રેનને ગ્રીન સિગ્નલ, કેટલુ…

Ahmedabad: મહિલા સાથે અશોભનીય વર્તન હેડ કોન્સ્ટેબલને પડ્યું ભારે, કરાયા…

Crime: ભાજપના પૂર્વ જીલ્લા પ્રમુખની પુત્રવધુ પોતાના ફ્લેટમાં ૧૪ મહિ…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો