Not Set/ અમદાવાદઃ વાડજ વિસ્તારમાં અસામાજિક તત્વોએ મચાવેલ આતંક, સીસીટીવીમાં સમગ્ર ઘટના કેદ

અમદાવાદનાં વાડજ વિસ્તારમાં અસમાજિક તત્વોનો આતનાક દિવસે ને દિવસે વધતો જાય છે. વાડજ વિસ્તારના ઉસ્માનપૂરા ખાતે પાવાપુરી ફ્લેટ પાસે બે શખ્સોએ લાકડી અને દંડા વડે આવતા જતાં રાહદારીઓ પર આંતક ફેલાવવાની અને ગાડીઓના કાચતોડવાની ઘટના સામે આવી છે. અને જે સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી માં પણ કેદ થઇ છે, અને તેના વિડીયો સોશિયલ મીડિયામાં […]

Top Stories Ahmedabad Gujarat

અમદાવાદનાં વાડજ વિસ્તારમાં અસમાજિક તત્વોનો આતનાક દિવસે ને દિવસે વધતો જાય છે. વાડજ વિસ્તારના ઉસ્માનપૂરા ખાતે પાવાપુરી ફ્લેટ પાસે બે શખ્સોએ લાકડી અને દંડા વડે આવતા જતાં રાહદારીઓ પર આંતક ફેલાવવાની અને ગાડીઓના કાચતોડવાની ઘટના સામે આવી છે. અને જે સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી માં પણ કેદ થઇ છે, અને તેના વિડીયો સોશિયલ મીડિયામાં વહેતા થયા છે.

ઘટનાના વહેતા થયેલા વિડીયોને જોઈને ઘટના ના એક સપ્તાહ બાદ પોલીસ સફાળી જાગી છે અને કાર્યવાહી શરૂ કરી છે. અને બે આરોપીની  ધરપકડ કરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર  વાડજ નજીક આવેલા 8 સપ્ટેમ્બર રોજ રાત્રે કેટલાક અજાણ્યા ઇસમો દ્વારા ફ્લેટની બહાર પાર્ક કરેલી ગાડીઓમાં તોડફોડ કરવામાં આવી હતી. અને જે બાબતે ગાડી માલિક દ્વારા પોલીસ મથકે ફરિયાદ પણ કરવામાં આવી હતી. ત્યારબાદ ફ્લેટમાં લાગેલા સીસીટીવી કેમેરા પણ ચેક કરવામાં આવ્યા હતા. જેમાં ઘટના ને લગતા ફૂટેજ પણ હાથ લાગ્યા હતા. સાથે સાથે રોડ પરથી પસાર થતાં લોકોને પણ રોકીને ધોકા વડે માર મારતા નજરે ચઢ્યા હતા.

સીસીટીવી ફૂટેજ વરાળ થતાં પોલીસ હરકત માં આવી છે ને ઝોન 1 ડીસીપી પ્રવીણ માલ પણ ઘટના સ્થળે જાત તપસ માટે દોડી આવ્યા હતા.

હાલ તો પોલીસે આ ઘટનામાં નરેશ  બદગા અને મેહુલ પાટડિયા નામના બે શખ્સોની ધરપકડ કરી છે. જેમાં આરોપી નરેશ દેશી દારૂનો ધંધો કરતો હતો. અને પોલીસને હપ્તો આપી દારૂનો અડ્ડો ચલાવતો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.