Rajkot/ મહાનગરપાલિકાના પૂર્વ ડેપ્યુટી મેયર વલ્લભ દુધાત્રાને બ્રેઈનસ્ટ્રોક આવતા હોસ્પિટલમાં દાખલ

રાજકોટમાં મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ફાઇનલ મુરતિયા ઉપર મહોર લાગી ચૂકી છે.ત્યારે રાજકોટ શહેર માટે મહત્વનું યોગદાન આપનાર એવારાજકોટ મહાપાલિકાના પૂર્વ ડેપ્યુટી મેયર

Gujarat
1

રાજકોટમાં મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ફાઇનલ મુરતિયા ઉપર મહોર લાગી ચૂકી છે.ત્યારે રાજકોટ શહેર માટે મહત્વનું યોગદાન આપનાર એવારાજકોટ મહાપાલિકાના પૂર્વ ડેપ્યુટી મેયર અને શહેરના ઉપલાકાંઠાના લોકપ્રિય પૂર્વ નગરસેવક વલ્લભભાઈ દૂધાત્રાને બ્રેઈનસ્ટ્રોક આવતાં તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. હાલ તેમની તબિયત સુધારા પર છે તેમ છતા તેમને 48 કલાક ઓબઝર્વેશનમાં રાખવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.

Gujarat / દેશમાં પ્રથમ સુરતમાં 4 માંથી 2 અન્ડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશનનું થશે નિર્માણ, પ્લેટફોર્મ બનશે ડબલડેકર

આ અંગે વધુમાં મહાપાલિકાના સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ પૂર્વ ડેપ્યુટી મેયર વલ્લભભાઈ દૂધાત્રા ગઈકાલે બપોરે તેમના ઘેર હતા ત્યારે એકાએક બ્રેઈનસ્ટ્રોક આવ્યો હતો અને તેમને સારવાર અર્થે સ્ટર્લિંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આ ઘટનાના પગલે રાજકોટ મહાનગર પાલિકા તેમજ શહેરના મોભીઓ દ્વારા તેમના પરિવારજનોને ફોન કરી અને પૂછપરછ કરવામાં આવી હતી. ગઈકાલે દાખલ કરાયા બાદ આજે તબિયત સારી છે અને સતત સુધારા પર છે.

Covid-19 / આનંદો ગુજરાત…! આજે ગુજરાતમાં કોરોનાનાં કારણે કોઇનો જીવ નથી ગયો

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…