Vaccination/ રસી વિશે ઉઠેલા તમામ પ્રશ્નોનાં રસીકરણનો આંકડો જવાબ આપી રહ્યો છે

બુધવાર અને તારીખ 30 સુધીમાં કોરોના રસીકરણને લીધે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા કુલ દર્દીઓમાંથી 19 દર્દીઓને રજા આપવામાં આવી છે. કુલ દાખલ દર્દીઓમાંથી જો કે,

India

બુધવાર અને તારીખ 30 સુધીમાં કોરોના રસીકરણને લીધે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા કુલ દર્દીઓમાંથી 19 દર્દીઓને રજા આપવામાં આવી છે. કુલ દાખલ દર્દીઓમાંથી જો કે, 2 દર્દીઓ સારવાર હેઠળ છે અને 9 લોકોએ જીવ ગુમાવ્યો છે. છેલ્લા 24 કલાકમાં માત્ર પુડુચેરીમાંથી જ રસીકરણની અડઅસરોને કારણે કોઇ દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાની માત્ર એક ઘટના નોંધાઈ છે.  મનદીપ ભંડારી, સંયુક્ત સચિવ, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા કોરોના રસીકરણને લઇને આ માહિતી આપવામાં આવી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયનાં સંયુક્ત સચિવ મનદીપ ભંડારી દ્વારા માહિતી આપતા વઘુમાં જણાવવામાં આવ્યું હતું કે, આજદિન સુધી રસીકરણને કારણે ગંભીર અથવા ગંભીર AFI (પ્રતિકૂળ ઘટના) અથવા મોતનો કોઈ કેસ નોંધવામાં આવ્યો નથી.

બીજી રીતે જોવામાં આવે તો વિશાળ જનસંખ્યા ધરાવતા અને વિવિધ પ્રકારની ભૌગોલીકતા ઘરાવતા ભારતમાં કોરોના સામેની જંગ અને ખાસ કરીને રસીકરણને લઇને અનેક પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. વિપક્ષો દ્વારા રસીની સુરક્ષીતતા સામે પણ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યા હતા. પરંતુ રસીકરણ અને રસીકરણને કારણે થતી આડઅસરોનો નોંધવામાં આવી રહેલો આંકડો તમામ પ્રશ્નોનાં સુખદ જવાબ આપતા કહી રહ્યો છે કે, ભારતમાં રસીકરણ સંપૂર્ણ રીતે સફળ કહી શકાય

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…