sports news/ ટાઈટલ જીત્યા બાદ મુંબઈ ઈન્ડિયન્સ પર પૈસાનો વરસાદ થયો, દિલ્હી કેપિટલ્સ હાર્યા પછી પણ માલામાલ

મુંબઈ ઈન્ડિયન્સની ટીમને ટાઈટલ જીત્યા બાદ ઈનામી રકમ તરીકે 6 કરોડ રૂપિયા મળ્યા છે. જ્યારે મુંબઈ સામે ફાઇનલમાં હાર્યા બાદ દિલ્હી કેપિટલ્સ ટીમને 3 કરોડ રૂપિયા મળ્યા છે.

Trending Sports
1 2025 03 16T082825.963 ટાઈટલ જીત્યા બાદ મુંબઈ ઈન્ડિયન્સ પર પૈસાનો વરસાદ થયો, દિલ્હી કેપિટલ્સ હાર્યા પછી પણ માલામાલ

Sports News:WPL 2025ની ફાઇનલમાં મુંબઈ ઈન્ડિયન્સની (Mumbai Indians) ટીમે દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) ટીમને 8 રનના નાના માર્જિનથી હરાવ્યું અને આ સિઝનમાં વિજેતા બની. ફાઈનલમાં મુંબઈએ મહત્વની ક્ષણોમાં વિકેટ લીધી હતી. આ કારણે દિલ્હીની ટીમ નાના લક્ષ્યનો પણ પીછો કરી શકી ન હતી. પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સે 149 રન બનાવ્યા હતા જેના જવાબમાં દિલ્હી કેપિટલ્સની ટીમ માત્ર 141 રન જ બનાવી શકી હતી.

ટાઇટલ જીતવા બદલ રૂ. 6 કરોડ મળ્યા

મુંબઈ ઈન્ડિયન્સની ટીમને ટાઈટલ જીત્યા બાદ ઈનામી રકમ તરીકે 6 કરોડ રૂપિયા મળ્યા છે. જ્યારે મુંબઈ સામે ફાઇનલમાં હાર્યા બાદ દિલ્હી કેપિટલ્સ ટીમને 3 કરોડ રૂપિયા મળ્યા છે. ગત વખતે પણ વિજેતા અને ઉપવિજેતાને સમાન રકમની ઈનામી રકમ આપવામાં આવી હતી.

દિલ્હી કેપિટલ્સ ટીમ સતત ત્રીજીવાર ફાઇનલમાં હારી ગઈ હતી

હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપમાં મુંબઈ ઈન્ડિયન્સે બીજું WPL ટાઈટલ જીત્યું છે. આ પહેલા વર્ષ 2023માં પણ મુંબઈની ટીમ દિલ્હી કેપિટલ્સને હરાવીને ચેમ્પિયન બની હતી. બીજી તરફ, દિલ્હી કેપિટલ્સનું નસીબ તેમની તરફેણ કરી રહ્યું નથી. તેઓ લીગ તબક્કામાં સારું પ્રદર્શન કરે છે, પરંતુ જ્યારે ફાઈનલ જીતવાની વાત આવે છે, ત્યારે દિલ્હી કેપિટલ્સના ખેલાડીઓ મોટી મેચોના દબાણને હેન્ડલ કરવામાં અસમર્થ હોય છે. અત્યાર સુધીમાં WPLની ત્રણ સિઝન આવી ચૂકી છે અને ત્રણેય વખત દિલ્હી પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહીને ફાઇનલમાં પ્રવેશી છે, પરંતુ તે એક પણ વખત ટાઈટલ જીતવામાં સફળ રહી નથી. દરેક વખતે તેનું ટાઈટલ જીતવાનું સપનું ચકનાચૂર થયું છે.

હરમનપ્રીત કૌરે જોરદાર અડધી સદી ફટકારી હતી

WPL 2025 ની ફાઇનલમાં, દિલ્હી કેપિટલ્સની કેપ્ટન મેગ લેનિંગે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો. આ પછી હરમનપ્રીત કૌરે મુંબઈ માટે શાનદાર પ્રદર્શન કર્યું. તેણે અડધી સદી ફટકારીને ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી હતી. તેણે 44 બોલમાં 66 રન બનાવ્યા જેમાં 9 ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે. નેટ સેવિયર બ્રન્ટે 30 રનનું યોગદાન આપ્યું હતું. આ ખેલાડીઓના કારણે જ મુંબઈની ટીમ 149 રન સુધી પહોંચી શકી હતી. આ પછી દિલ્હી કેપિટલ્સ તરફથી મેરીજેન કેપે સૌથી વધુ 40 રન બનાવ્યા. નિક્કી પ્રસાદે 25 રનનું યોગદાન આપ્યું હતું, પરંતુ આ ખેલાડીઓ દિલ્હીની ટીમને જીત તરફ લઈ જવામાં નિષ્ફળ રહ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ઇંગ્લેન્ડના ઉભરતા ઓલરાઉન્ડરની પહેલી મેના રોજ 3 વિકેટ, બીજી મેએ નિધન

આ પણ વાંચો:IPLમાં રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં આજે રાજસ્થાન રોયલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ આમને-સામને

આ પણ વાંચો:ભારતની ટી20 વર્લ્ડ કપ ટીમમાં મુંબઈ ઇન્ડિયન્સની બોલબાલા, ચાર ટીમના એકેય ખેલાડી નહીં