Lifestyle/ ચોમાસામાં કેળા જલદી ખરાબ થઇ જાય છે તો શું કરવું ? અપનાવો આ ટિપ્સ…

અહિં અમે તમને કેટલીક નાની-નાની ટિપ્સ દર્શાવવા જઇ રહ્યાં છીએ જેમને ફૉલો કરવાથી તમે પોષક દ્રવ્યોથી ભરપૂર એવા કેળાંની

Trending Tips & Tricks Health & Fitness Lifestyle

Lifestyle: ચોમાસાની ઋતુમાં કેળા જલદી ખરાબ થવા લાગે છે! જો તમે પણ બજારમાંથી લાવેલા ફ્રેશ કેળાને લાંબા સમય સુધી તાજા રાખવા માંગો છો તો અહિં અમે તમને કેટલીક નાની-નાની ટિપ્સ દર્શાવવા જઇ રહ્યાં છીએ જેમને ફૉલો કરવાથી તમે પોષક દ્રવ્યોથી ભરપૂર એવા કેળાંની મજા લાંબો સમય માણી શકશો!

 

પોષક દ્રવ્યોથી ભરપૂર એવા કેળાં

કેળામાં પ્રોટીન સહિત અનેક પોષક દ્રવ્યો અઢળક માત્રામાં હોય છે, આથી જ હૅલ્થ એક્સપર્ટસ્ એનું સેવન કરવાની સલાહ આપે છે. પરંતુ, શુ તમને ખબર છે ખરી કે જો કેળાને ખોટી રીતે સ્ટોર કરવામાં આવે તો આ હૅલ્ધી ફ્રૂટ એક-બે દિવસમાં જ બગડી જવાની સંભાવના રહે છે! આ સંજોગોમાં, બજારમાંથી ખરીદેલા કેળાંને જો લાંબો સમય ફ્રેશ રાખવા હોય તો અહિં દર્શાવેલી ટિપ્સ તમને કામ આવી શકે છે, તો ચાલો જાણીએ, એ વિશે વિસ્તૃત રીતે…

આ ટિપ ખાસ ધ્યાનમાં રાખવી

બજારમાંથી લાવેલા કેળાં જો એક-બે દિવસમાં જ કાળા પડવા લાગે તો એ ઝડપથી ખરાબ થવાનો સંકેત છે. જો તમે અડધો કે એક ડઝન જેટલા કેળાં ખરીદીને લાવ્યા છો અને એમાંથી આ રીતે એક-બે કેળાની છાલ કાળી થતી જણાય તો તરત જ, આવા કેળાંને ગુચ્છાથી દૂર કરી દેવા જોઇએ. જો આવું નહિં કરો તો બાકીના કેળાં પણ ઝડપથી ગળવા લાગશે! હવે જ્યારે પણ તમે બજારમાં ફળફળાદિ લેવા જાઓ ત્યારે આ બાબતને ચોક્કસ ધ્યાનમાં લેવી અને ખરીદતી વખતે આવા ખરાબ કેળાં ખરીદવાથી બચવું જોઇએ, આવી નાની-નાની ટિપ્સ પણ તમને જરુરથી કામ આવી શકે છે!

કેળાને ઠંડી જગ્યાએ રાખવા

કેળાને ઘરે લાવ્યા પછી ક્યાં રાખવા એ જાણવું ખૂબ જરુરી છે. કેળાંને સાચવી રાખવા માટે તદ્દન ઠંડી અને ખુલ્લી જગ્યા પસંદ કરવી જોઇએ. જો કેળાને તડકો આવતો હોય ત્યાં મૂકશો તો એની શેમ્ફ લાઇફ ઓછી થઇ જાય છે. કેળાના ગુચ્છાને કોઇક જગ્યાએ લટકાવીને રાખવાથી અથવા તો એલ્યુમિનિયમની ફોઇલમાં લપેટીને રાખવાથી એ જલદી ખરાબ નહિં થાય.

કેળાને શી રીતે સ્ટોર કરશો?

કેળાની શેલ્ફ લાઇફ વધારવી હોય તો તમે ફ્રિઝમાં મૂકી શકો છો. આ ઉપરાંત, કેળા જલદી ગળીને પચપચી ના જાય એ માટે એની છાલ કાઢીને, નાના-નાના ટુકડા કરી લો. હવે એમને એક હવાચુસ્ત ડબામાં ભરી લો. આ ડબાને ફ્રિઝમાં મૂકી દેવો. હવે જ્યારે પણ તમને બનાના શૅક અથવા તો બનાના સ્મૂધી પીવાની ઇચ્છા થાય કે અચાનક કોઇ મહેમાન આવી જાય ત્યારે ફટાફટ એ બનાવીને સર્વ કરી શકશો. આ ડ્રિંક્સ હૅલ્ધી હોવા ઉપરાંત ઝડપથી બની જાય છે આથી, તમે તમારા બાળકોને પણ પીવડાવી શકો છો, જે એમને ઘણા પસંદ પડશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:તીખું ખાવાના શોખીન છો? તો બનાવો લસણની આ ચટાકેદાર ચટણી…

આ પણ વાંચો:ભરેલા મરચાં ફીકા ભોજનને પણ બનાવશે મજેદાર! જાણો આ ટેસ્ટી રેસિપી…

આ પણ વાંચો:આ ગણેશ ચતુર્થીના પાવન તહેવારે પરંપરાગત મોદકને આપો ચૉકલેટી ટિવસ્ટ!