Not Set/ 26 ઓગષ્ટ સુધી મંગળ રહેશે વક્રી,આ 10 ઉપાયો કરશો તો મોટી ઉથલપાથલથી બચશો

અમદાવાદ, જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે મંગળને સૂર્ય મંડળનો સેનાપતિ ગણાય છે. મંગળની પ્રધાનતાવાળા જાતક સાહસી, આરોગ્યપ્રદ અને આકર્ષક વ્યક્તિત્વ ધરાવતા હોય છે. 29 જુનથી મંગળ શનિની રાશિ મકરમાં વક્રી ભ્રમણ કરશે જેથી 26 ઓગસ્ટ સુધી તે વક્રી ચાલ ચાલશે જેના કારણે આગામી બે મહિના દરમિયાન તમારા જીવનમાં ઉથલપાથલો વધી શકે છે. મંગળથી થતાં અમંગળથી બચવા માટે આ […]

Trending

અમદાવાદ,

જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે મંગળને સૂર્ય મંડળનો સેનાપતિ ગણાય છે. મંગળની
પ્રધાનતાવાળા જાતક સાહસી, આરોગ્યપ્રદ અને આકર્ષક વ્યક્તિત્વ ધરાવતા હોય
છે. 29 જુનથી મંગળ શનિની રાશિ મકરમાં વક્રી ભ્રમણ કરશે જેથી 26 ઓગસ્ટ
સુધી તે વક્રી ચાલ ચાલશે જેના કારણે આગામી બે મહિના દરમિયાન તમારા
જીવનમાં ઉથલપાથલો વધી શકે છે.

મંગળથી થતાં અમંગળથી બચવા માટે આ 10 પૈકી કોઈ એક ઉપાય કરવો જોઈએ.

1.મંગળનો ખરાબ પ્રભાવ દુર કરવા માટે શ્રદ્ધા સાથે ગાય,વડિલ અને વિધવાઓની
સેવા કરો. જેના કારણે તમારી કુંડળીમાંથી મંગળનો અશુભ પ્રભાવ દૂર થઈ જશે.

2.કહેવામાં આવે છે કે દાન કોઈપણ ક્રોધિત દેવતાને પ્રસન્ન કરે છે.મંગળની
કૃપા મેળવવા સફેદ વસ્તુઓ દૂધ, ચોખા, દહીં, સફેદ વસ્ત્ર દાનમાં આપવા જોઈએ.
જોકે મીઠી વસ્તુઓના દાન કરવાથી કે તેના સેવનથી દૂર રહેવું જોઈએ.

3.મંગળની વક્રી ચાલથી તમારા વૈવાહીક જીવનમાં કોઈ ખામી ના આવે તે માટે
સાવધાની રાખો અને એકબીજાની સાથે તાલમેલ બનાવી રાખો.

4.જો તમે ઇચ્છો છો કો મંગળની કૃપા તમારી પર રહે અને તમારો કારોબાર, ઘર
અને દુકાનમાં સફળતા રહે તો અગાસી પર ખાંડની ખાલી થેલી રાખો.

5.મંગળને ન્યાયપ્રિય દેવતા માનવામાં આવે છે. માટે તમારાથી મોટા વડિલો અને
ભાઈ-ભાંડુઓનો માનપાન આપો. ઘરની દીકરી, વહુ અને બહેનોને ગિફ્ટ આપવાથી પણ
મંગળ પ્રસન્ન રહે છે.

6.મંગળના અશુભ પ્રભાવથી બચવા માટે હાથી દાંત અને ચાંદીનો એક નાનકડો ચોરસ
ટુકડો હંમેશા પોતાની સાથે રાખો.

7.જીવનમાં કોઈ મુશ્કેલી હોય તો પિતૃઓની પૂજા કરો અને મંગળવારના દિવસે
અમાસ આવે ત્યારે પીપળાની પૂજા કરો.

8.પહેલી આંગળીમાં અખંડીત ચાંદીની વિંટી પહેરો. આ વિંટીમાં તમે મંગળનો
રત્ન મૂંગા પણ ધારણ કરી શકો છો.

9.મંગળવારના દિવસે વડના ઝાડ નીચે ખોદીને તેમાં મીઠું દૂધ ચઢાવો . આવું
કરવાથી તમારી દરેક આર્થિક સમસ્યાનો ઉકેલ આવશે.

10. મંગળ ગ્રહના દેવતાને તમે પોપટ અને મેનાને પાંજરામાં કેદ કરો તે પસંદ
નથી. પક્ષીઓને રોજ ચણ નાખો પણ તેને પાંજરામાં કેદ કરવા પર મંગળ નારાજ થાય
છે.