મુંબઇ
બોલીવુડની હાર્ટ થ્રોબ પ્રિયંકા ચોપરાએ હોલીવુડના નિક જોનસ સાથે સગાઇ કર્યા પછી મીડીયામાં છવાયેલી રહેલી છે.સગાઇના 13 દિવસ પછી પ્રિયંકા તેના મંગેતર નિક જોનસની આવકને લઇને ચર્ચામાં છે.નિક જોનસની સંપત્તિ 25 મિલિયન ડોલર મનાઇ રહી છે ત્યારે હવે તેના ફેમિલીની આવકને લઇને નવો વિવાદ સામે આવ્યો છે.

ટીએમઝેડ વેબસાઇટમાં પ્રકાશિત થયેલા સમાચાર પ્રમાણે નિકના પિતા અને પ્રિયંકાના થનારા સસરા પોલ જોનસ માથે મોટુ દેવું છે. છે.વેબસાઈટમાં થયેલાં ખુલાસા પ્રમાણે પોલ જોનસની રિયલ એસ્ટેટ કંપની પર 10 લાખ ડૉલરથી વધારે દેવું છે.પોલ જોનસ પર કેટલાંક લીગલ કેસો પણ ચાલી રહ્યાં છે.આ કેસમાં તો પોલ જોનસ હારી જતાં તેમને 2.68 લાખ ડોલર ભરવાના થયા છે.

પોલ જોનસ પર તેમણે બનાવેલા મ્યુઝીક બેન્ડને લઇને પણ કેટલાંક લીગલ ઇસ્યુ થયાં છે.પોલ જોનસે 2013માં જોનસ બ્રધર્સ નામનું બેન્ડ બનાવ્યું હતું.જો કે આ બેન્ડનો પછી વિખેરી કાઢવામાં આવ્યું હતું.બેન્ડનો અંત આવ્યો પરંતુ તેના સભ્યોએ પોત-પોતાના ક્ષેત્રમાં કામ ચાલુ રાખ્યું.જો કે આ બેન્ડ પર પણ કેટલાંક કેસો થયાં હતા જેને લઇને પોલ જોનસ મુશ્કેલીમાં મુકાયા હતા.

