Business News/ ભારતે બદલી ગોલ્ડ પોલિસી, વિદેશથી 104 ટન સોનું પરત મંગાવ્યું, RBI ના રિપોર્ટમાં મોટો ખુલાસો

વિશ્વમાં ચાલી રહેલા સંકટ વચ્ચે RBI એ વિદેશથી 104 ટન સોનું (Gold)ભારત પરત મંગાવ્યું છે. હવે દેશનું 77% સોનું ભારત પાસે જ સુરક્ષિત છે. વાંચો RBI ના આ મહત્વના રિપોર્ટની વિગતો.

Trending Top Stories Business
Gold

India Gold Reserve Update 2026: વૈશ્વિક યુદ્ધો અને આર્થિક પ્રતિબંધોના સંકટ વચ્ચે ભારતે પોતાની સુવર્ણ સંપત્તિને લઈને મોટો વ્યૂહાત્મક નિર્ણય લીધો છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) ના તાજેતરના અહેવાલ મુજબ, ભારત વિદેશી બેંકોમાં રાખેલું પોતાનું સોનું ઝડપથી સ્વદેશ પરત લાવી રહ્યું છે. છેલ્લા માત્ર છ મહિનામાં જ 104.23 ટન સોનું લંડનથી ભારત પરત લાવવામાં આવ્યું છે.

Gold

RBI ના રિપોર્ટના મુખ્ય અંશો

ભારતની સોનાની અનામતની વર્તમાન સ્થિતિ નીચે મુજબ છે:

કુલ સોનાનો ભંડાર: ભારત પાસે અત્યારે કુલ 880.52 ટન સોનું છે.

દેશમાં સુરક્ષિત સોનું: કુલ ભંડારના 77% એટલે કે 680 ટન સોનું હવે ભારતની જ તિજોરીઓમાં રાખવામાં આવ્યું છે.

વિદેશમાં બાકી સોનું: હજુ પણ 197.67 ટન સોનું બેંક ઓફ ઈંગ્લેન્ડ અને બેંક ઓફ ઈન્ટરનેશનલ સેટલમેન્ટ્સ પાસે સુરક્ષિત છે.

ભંડારમાં હિસ્સો: ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં સોનાનો હિસ્સો 13.9% થી વધીને હવે 16.7% થયો છે.

Gold

કેમ લેવામાં આવ્યો આ નિર્ણય? (Gold)

વૈશ્વિક સ્તરે બદલાતા રાજકીય સમીકરણો આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ છે:

રશિયા-યુક્રેન યુદ્ધ: પશ્ચિમી દેશો દ્વારા રશિયા (Gold) અને અફઘાનિસ્તાનની વિદેશી સંપત્તિઓ ફ્રીઝ કરવાની ઘટનાઓએ ભારતને સાવધ કર્યું છે.

ભરોસાનું સંકટ: વિદેશમાં રાખેલું સોનું (Gold) રાજકીય નિર્ણયોને કારણે ગમે ત્યારે જોખમમાં આવી શકે છે, જ્યારે દેશમાં રહેલું સોનું (Gold) સંકટ સમયે તાત્કાલિક ઉપયોગમાં લઈ શકાય છે.

માર્ચ 2023 માં ભારતનું માત્ર 37% સોનું દેશમાં હતું, જે હવે વધીને 77% થઈ ગયું છે. આ ફેરફાર દર્શાવે છે કે ભારત હવે પોતાની આર્થિક સુરક્ષા માટે સોના પર વધુ ભરોસો કરી રહ્યું છે અને તેને સીધા પોતાના નિયંત્રણમાં રાખવા માંગે છે.


આ પણ વાંચો : જેપી મોર્ગનની મહિલા બોસે જુનિયર બેંકરને ડ્રગ્સ આપી કર્યું શોષણ, ‘પ્રમોશન’ ના નામે ખેલાયો ગંદો ખેલ

આ પણ વાંચો :અનિલ અંબાણી ગ્રુપની ₹3,034 કરોડની સંપત્તિ જપ્ત, સાણંદની જમીન અને મુંબઈના ફ્લેટ પર EDનો સકંજો