કોરોના ના કહેર વચ્ચે હાલમાં જ ૮ વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઈ છે. જયારે અમદાવાદ મનપાની ચૂંટણી પાછી ઠેલવામાં આવી છે. પરંતુ અમદાવાદ મનપાની ચૂંટણી યોજાય તે પહેલા જ રૂપાણી સરકાર અમદાવાદની જનતાને મોટી ભેટ આપશે. રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અમદાવાદવાસીઓને આ ભેટ આપશે. આવતી કાલે 4ડિસેમ્બરે મુખ્યમંત્રી કરશે ઈ-લોકાર્પણ અને ખાતમુર્હત કરશે.
રૂ.1078 કરોડના વિકાસકાર્યોનું આવતી કાલે ઈ- લોકાર્પણ કરવામાં આવશે. 51 પ્રજાલક્ષી વિકાસકાર્યોનું સીએમ ના હસ્તે ખાતમુર્હત કરવામાં આવશે. રૂ.986 કરોડના 51 પ્રજાલક્ષી વિકાસકાર્યોનું ખાતમુર્હત કરવામાં આવશે. 92 કરોડના 21 પ્રજાલક્ષી વિકાસકાર્યોનું સીએમ લોકાર્પણ કરશે. વીડિયો કોન્ફ.ના માધ્યમથી સીએમ ઇ-લોકાર્પણ અને ખાતમુર્હત કરશે.
