માંગરોળના પીપોદ્રા જી આઈ ડી સીની ઘટના
GIDCમાં આવેલી કંપનીમાં લાગી આગ
આગમાં કંપની બળીને ખાખ
સુરતના આગનો સિલસિલો હજુ પણ યથાવત્ જોવા મળી રહ્યો છે. ત્યારે ફરી એકવાર સુરતના માંગરોળના પીપોદ્રાની GIDCની કંપનીમા ગતમોડી રાત્રે ભીષણ આગ લાગી હતી.આગ લાગવાના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.આ કંપની પ્લાસ્ટિક પ્રોડેક્ટ બનાવતી હતી અને પ્લાસ્ટિની કંપનીમાં આગ લાગતા કંપની બળીને ખાખ થઇ ગઇ છે.ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોચીને આગળની કાર્યવાહી હાથધરી છે.હાલ આગ લાગવાનું કારણ પણ અકબંધ છે.
આપને જણાવી દઈએ કે સુરતનાં રઘુવીર કાપડ માર્કેટમાં ભારે આગ લાગી હતી. આગ 10 માં માળની બિલ્ડિંગમાં લાગી હતી. રઘુવીર માર્કેટ સ્થિત 10 માં માળની બિલ્ડિંગમાં આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. જે બિલ્ડિંગમાં આગ લાગી હતીતે કાપડ બજાર હતી. સદનસીબે આ આગમાં કોઇ જાનહાનિ થઇ .
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
