GSDMA School Safety Week 2026: ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (GSDMA) દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજ્યની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં ‘શાળા સલામતી સપ્તાહ-2026ની ઉજવણીનો ગરવા ગુજરાતમાં પ્રારંભ થયો છે. BISAG ની વંદે ગુજરાત ચેનલના માધ્યમથી તા. 27 જાન્યુઆરી 2026ના રોજ આ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

GSDMA દ્વારા રાજ્યવ્યાપી જાગૃતિ અભિયાનનો પ્રારંભ
કાર્યક્રમના પ્રારંભે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વિડીયો મેસેજ મારફતે બાળકોને સુરક્ષિત રહેવા અને આપત્તિઓ સામે સજ્જ રહેવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ સાથે મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન મંત્રી સંજયસિંહ મહિડા એ પણ આપત્તિ વ્યવસ્થાપન (Disaster Management) નું મહત્વ સમજાવ્યું હતું.
સપ્તાહ દરમિયાન યોજાનાર વિવિધ પ્રવૃત્તિઓ
રાજ્યની તમામ શાળાઓમાં આ અઠવાડિયા દરમિયાન બાળકોને આપત્તિ વ્યવસ્થાપન માટે સજ્જ કરવામાં આવશે. આ અભિયાન હેઠળ પૂર, આગ અને ભૂકંપ જેવી હોનારતો સામે સાવચેતીના પગલાંની સમજ આપવામાં આવશે. આ ઉપરાંત, નિબંધ અને ચિત્રકલા જેવી સ્પર્ધાઓ, સર્ચ એન્ડ રેસ્ક્યુ તથા પ્રાથમિક સારવારની મોકડ્રીલ અને ઓડિયો-વિઝ્યુઅલ માધ્યમો દ્વારા જોખમો સામે રક્ષણ મેળવવાની પ્રેક્ટિકલ તાલીમ પણ આપવામાં આવશે.

જાગૃતિ લાવવા પર ભાર
BISAG સ્ટુડિયો ખાતેથી મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતિ રવિ એ જિલ્લાવાર શાળાઓના બાળકો સાથે સીધો સંવાદ કર્યો હતો. તેમણે ઉદાહરણો દ્વારા સમજાવ્યું કે કઈ રીતે નાની સાવચેતી મોટી જાનહાની ટાળી શકે છે. આ કાર્યક્રમમાં શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઓનલાઇન જોડાયા હતા.
આ પણ વાંચો: યુવા ગુજરાતી સંગીતકાર મયુર નાદિયાનું નાની ઉંમરે અવસાન
આ પણ વાંચો: ગાયક અને જાણીતા સંગીતકાર પુરુષોત્તમ ઉપાધ્યાયનું નિધન : સંગીત રસિકોમાં શોકની લાગણી
આ પણ વાંચો: આ કલાકારો રંગાણા હલ્દીના રંગમાં,મલ્હાર અને પૂજાની સંગીત સેરેમનીમાં આખું ઢોલિવુડ ઉમટ્યું
