VavTharad/ વાવ-થરાદ જિલ્લાના થરાદ ગ્રામ્યમાં બે બાળકોના બાજરીમાં નાખવાની દવા ખવાઈ જતાં મોત

વાવ થરાદ જિલ્લાના જામપુર ગામમાં બાજરીમાં નાખેલી દવાની ઝેરી ગોળી બે બાળકોએ ખાઈ લેતા તેમના કરૂણ મોત નીપજ્યા છે. આ ઘટના દુઃખદાયક હોવાની સાથે ઘરે અનાજમાં આ પ્રકારે ઝેરી ગોળી રાખતા માબાપ માટે પણ ચેતવણી સમાન છે.

Top Stories Gujarat Others Breaking News

Vav-Tharad News: વાવ-થરાદ જિલ્લાના થરાદ ગ્રામ્યમાં બે બાળકના મોતથી હોબાળો મચી ગયો છે. બાળકો બાજરીમાં નાખવાની દવા ખાઈ જતા આ ઘટના બની હતી. આમ ઘરે ઘઉં કે અનાજની જાળવણી કરવા માટે તેમા ગોળીઓ નાખતી મહિલાઓ માટે આ ચેતવણીજનક કિસ્સો છે. પાંચ વર્ષની કુસુમ પ્રજાપતિ અને ત્રણ વર્ષની જયદીપ ઠાકોરનું મોત થયું છે. જામપુર ગામમાં આ ઘટના બનતા સમગ્ર પંથકમાં અરેરાટી સર્જાઈ છે. આ ઘટના દુઃખદાયક હોવાની સાથે ઘરે અનાજમાં ઝેરી ગોળી રાખતા માબાપ માટે ચેતવણી સમાન છે.

બાળકોએ ગોળી ખાઈ લીધાની જાણ થતાં માબાપે તરત જ બંને બાળકને હોસ્પિટલમાં ખસેડ્યા હતા.  જો કે આ દવાનું ઝેર શરીરમાં ફરી વળવાના કારણે ડોક્ટર પણ તેમને બચાવી શક્યા ન હતા. ડોક્ટરે બંનેને મૃત જાહેર કર્યા હતા. આ બનાવના પગલે જામપુર ગામ સહિત આખા પંથકમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. માબાપ પોતે આઘાતના આંચકાથી સ્તબ્ધ થઈ ગયા હતા. પહેલાં તો તે માની જ શક્યા ન હતા કે તેમના બે માસૂમ આ રીતે મોતને ભેટ્યા છે. હજી હમણાં તો તે બંને આંગણામાં રમતા હતા.

આ બનાવના પગલે આખું કુટુંબ શોકમાં ગરકાવ થઈ ગયું હતું. આખા કુટુંબમાં કલ્પાંતનું વાતાવરણ હતુ. માના તો આંસુ જ સૂકાતા ન હતા. બધા કહેતા હતા કે આ બનાવ બતાવે છે કે કાલ કોણે જોઈ છે. આજે હસતા રમતા ફૂલ જેવા બાળકો કાળનો કોળિયો ક્યારે બની ગયા તેની ખબર પણ ન પડી. ઇશ્વરે ઘણી વખત કોના માટે શુ નીમ્યું છે તેની ખબર પણ પડતી નથી. તે ક્યારેય સુખ આપે છે અને ક્યા પળમાં સુખ દુઃખમાં પરિવર્તીત થાય છે તેની કોઈને ખબર પડતી નથી.

આ બનાવના પગલે આખા જામપુર ગામના લોકોની આંખો ભીની થઈ ગઈ હતી. મૃતક બાળકના શોકના કારણે ગામની એક દુકાન પણ ખુલી રહી ન હતી. બધાએ આ રીતે બાળકના મૃત્યુને લઈને તેમના શોકની લાગણી વ્યક્ત કરી હતી અને પીડિત કુટુંબ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.


આ પણ વાંચો: વાવ-થરાદ વિસ્તારમાં શાળામાં વિવાદ: શિક્ષક દ્વારા વિદ્યાર્થીને માર્યાનો આક્ષેપ

આ પણ વાંચો: વાવ-થરાદમાં વિદ્યાર્થી પર છરી વડે હુમલો, પરીક્ષા આપવા જતા ઈજાગ્રસ્ત

આ પણ વાંચો: વાવ-થરાદ ગ્રામીણ વિસ્તારમાં વિકાસની ગતિ ધીમી, સાત મહિનાથી અટકી પડેલી રોડની કામગીરીથી લોકો ત્રાહિમામ