Gujarat Weather: એક તરફ, પશ્ચિમ હિમાલય અને ઉત્તર-પશ્ચિમ ભારતમાં વરસાદી માહોલ જામી રહ્યો છે, તો બીજી તરફ, ગુજરાતમાં ભારે ગરમી (Hot weather)નો સામનો કરવો પડશે. હવામાન વિભાગે (IMD) 15 થી 17 માર્ચ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છમાં યલો એલર્ટ (Yellow Alert) જારી કર્યું છે. હવામાન વિભાગનું કહેવું છે કે આગામી 2-3 દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 2-3 દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ ભાગોમાં ગરમીનો પારો ઊંચો જાય તેવી શક્યતા છે. 16 માર્ચે સૌરાષ્ટ્રના કચ્છ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગરમીનું મોજું જોવા મળી શકે છે. હવામાન વિભાગે આ ત્રણેય દિવસ માટે યલો એલર્ટ જારી કર્યું છે.
IMD મુજબ, આગામી 2-3 દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ ભાગોમાં મહત્તમ તાપમાન 39-41 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. આ કારણે આ વિસ્તારોમાં ગરમીનું મોજું આવવાની શક્યતા છે. આના કારણે, 15 માર્ચથી 19 માર્ચ દરમિયાન દક્ષિણ ગુજરાત પ્રદેશમાં, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવનો ફૂંકાય તેવી શક્યતા છે. જેના કારણે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
દેશના અન્ય ભાગોની વાત કરીએ તો, ઓડિશામાં 15 થી 18 માર્ચ દરમિયાન ગરમીનું મોજું રહેવાની શક્યતા છે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં 15 થી 17 માર્ચ દરમિયાન આકરી ગરમી પડવાની શક્યતા છે.
આ પણ વાંચો:ગરમીથી મળશે રાહત, પવનની દિશા બદલાતા ઠંડક અનુભવાશે
આ પણ વાંચો:ગુજરાતમાં ગરમીની ‘હીટ માર્ચ’ : મોટાભાગના વિસ્તારોમાં 40થી ઉપર તાપમાન
