Gujarat Weather News: હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આવતા પવનોની દિશામાં ફેરફાર થતાં તાપમાનમાં ઘટાડો જોવા મળશે. IMDની આગાહી મુજબ, આગામી 24 કલાક દરમિયાન ગુજરાતનાં તમામ જિલ્લાઓનું મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી નીચું રહેવાની સંભાવના છે. આગામી 5 દિવસ દરમિયાન તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થતાં વાતવરણમાં ઠંડક પ્રસરાઈ જશે, જેનાથી ભીષણ ગરમીથી રાહત મળશે. અમદાવાદ શહેરમાં આજે હવામાન શુષ્ક રહેશે અને મહત્તમ તાપમાન 39 થી 40 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે જૂન મહિનામાં વાવાઝોડું આવશે. અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે ચોમાસુ આઠથી દસ દિવસ ચાલશે. હોળીની જ્યોત તરફ જોઈને અંબાલાલે કહ્યું કે હવામાનની આગાહી કહે છે કે વરસાદ નહીં પડે. ગુજરાતના જાણીતા હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી ચિંતાજનક લાગે છે. દેશના અર્થતંત્રનો મુખ્ય આધાર ચોમાસાની ઋતુ છે. જો વરસાદ સારો ન હોય, જો વધુ પડતો વરસાદ પડે અને પૂરની સ્થિતિ સર્જાય, તો ખેડૂતો તેમજ દેશની અર્થવ્યવસ્થાને નુકસાન થઈ શકે છે.
AMCનો હીટ એક્શન પ્લાન
લોકોને પ્રિન્ટ/ઇલેક્ટ્રોનિક અને સોશિયલ મીડિયા દ્વારા તેના વિશે માહિતી આપવામાં આવશે.
બધા શહેરી આરોગ્ય કેન્દ્રો અને સામુદાયિક આરોગ્ય કેન્દ્રો પર ORS કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા છે. આંગણવાડી કેન્દ્રો પર પણ ORS ઉપલબ્ધ છે.
વિવિધ સામાજિક સંસ્થાઓના સહયોગથી 500 થી વધુ વોટર સ્ટેશન શરૂ કરવામાં આવશે. BRTS બસ સ્ટેન્ડ પર પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. AMTS-BRTS ડેપોમાં પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે.
ઉનાળાની ઋતુ દરમિયાન ORS પેકેટનું વિતરણ કરવામાં આવશે. ટ્રાફિક પોલીસ વિભાગને ORS પેકેટ પૂરા પાડવામાં આવશે. બપોરે 12 થી સાંજે 5 વાગ્યા સુધી મહત્વપૂર્ણ ટ્રાફિક સિગ્નલ બંધ રહેશે.
ગરમી સંબંધિત બીમારીઓ અને હીટ સ્ટ્રોકના કેસોનો સામનો કરવા માટે AMC સંચાલિત જનરલ હોસ્પિટલો અને સામુદાયિક આરોગ્ય કેન્દ્રોમાં અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. શહેરના બધા ઉદ્યાનો (બગીચા) રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લા રહેશે.
આ પણ વાંચો:હવામાન વિભાગની આગાહી, આ પ્રદેશમાં 5 દિવસ યલો એલર્ટ
આ પણ વાંચો:દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે આપ્યું યલો એલર્ટ, આ જીલ્લાઓમાં હીટવેવની આગાહી
આ પણ વાંચો:ગુજરાતમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધવાની હવામાન વિભાગની આગાહી, યલો એલર્ટ જાહેર
