મેરઠમાં કોરોના રસીકરણને લઈને બેદરકારીના વિચિત્ર કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ચાર મહિના પહેલા મૃત્યુ પામેલી બાળકીને રસી આપવાની બાબત હજુ તપાસ હેઠળ છે,અને ત્યાંજ ફરીવાર બેદરકારીનો મામલો સામે આવ્યો છે એક વૃદ્ધ વ્યક્તિને પાંચ વખત રસી આપવાનો મેસેજ જ નહીં,પરતું પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું છે અને છઠ્ઠી વખત રસીકરણની તારીખ પણ આપવામાં આવી છે.
સરધાના ધર્મપુરીના રહેવાસી રામપાલ (73) એ કોરોના સામે રક્ષણ માટે બંને રસીઓ મૂકાવી છે, પરંતુ આરોગ્ય વિભાગની બેદરકારીની હદ એ છે કે તેમના નામે આપવામાં આવેલા પ્રમાણપત્રને ત્રણવારમાં પાંચ ડોઝ બતાવ્યા છે. આ ઉપરાંત છઠ્ઠા ડોઝની સંભવિત તારીખ પણ આપવામાં આવી છે. રામપાલ હિન્દુ યુવા વાહિનીમાં શહેર સંયોજક સાથે ભાજપ શહેરનાં બુથ પ્રમુખ છે. તેમણે કહ્યું કે 16 માર્ચે કોરોના સામે રક્ષણ માટે પ્રથમ રસી આપવામાં આવી હતી અને 8 મેના રોજ બીજી રસી આપવામાં આવી હતી.
રામપાલને રસીના પ્રમાણપત્રની જરૂર હોવાથી તેમમે CHC નો સંપર્ક કર્યો હતો ભાજપના નેતાએ કહ્યું કે નેટ પર પ્રમાણપત્ર ઉપલબ્ધ નથી. થોડા દિવસો બાદ આરોગ્ય વિભાગની માંગ પર તેમણે ફરીથી આઈડી આપ્યા. એક મહિના સુધી તે સર્ટિફિકેટ માટે ફરતા રહ્યા બાદમાં ઓફલાઇન રસીકરણ કાર્ડ સાથે કમ્પ્યુટર સેન્ટર પર પહોંચ્યા અને કોરોના રસીકરણના પોર્ટલ પરથી તેમનું ઓનલાઈન પ્રમાણપત્ર તપાસ્યું ત્યારે જાણવા મળ્યું કે તેમને બે વખત નહીં પરંતુ પાંચ વખત રસીકરણ મૂકવામાં આવી છે. ઉપરાંત, 8 ડિસેમ્બર અને જાન્યુઆરી 2022 વચ્ચે છઠ્ઠી રસી મેળવવા માટે તારીખ આપવામાં આવી છે. પ્રથમ ડોઝ 16 માર્ચના રોજ સર્ટિફિકેટ પર, બીજી ડોઝ 8 મેના રોજ અને ત્રીજી ડોઝ 15 મેના રોજ બતાવવામાં આવી છે. ચોથી અને પાંચમી માત્રા 15 સપ્ટેમ્બરે એક જ દિવસે બતાવવામાં આવી છે
