Gujarat Weather News: હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી દિવસોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ(Western Disturbance)ની અસર નબળી થતી જશે, પૂર્વ ગુજરાતના ભાગો, સાબરકાંઠા, પંચમહાલ, અરવલ્લીમાં કમોસમી વરસાદની શક્યતા નહિવત્ રહેશે. માવઠાના કારણે ખેતીના પાકને મોટું નુકસાન થવાની ભીતિ છે. આજે છુટાછવાયા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. જ્યારે ગુજરાતના ઘણા ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. પરેશ ગોસ્વામીના મતે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદની શક્યતા નહિવત્ છે.

ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે પવન પણ ફૂંકાશે, જેના કારણે શિયાળુ પાકને નુકસાન થવાની શક્યતા છે. જો જીલ્લાઓની વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, આણંદ અને ખેડામાં કાળા ડિબાંગ વાદળો છવાઈ શકે છે. અમદાવાદમાં તાપમાનમાં સહેજ ઘટાડો નોંધાયો છે. નલિયામાં સૌથી ઓછું 8.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે, કેશોદમાં 13.4 ડિગ્રી, ડીસામાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું છે, અમદાવાદમાં 15.2, ગાંધીનગરમાં 14.1 ડિગ્રી તાપમાન, અમરેલીમાં 14.5 ડિગ્રી, પાલનપુરમાં 15.2 ડિગ્રી તાપમાન, રાજકોટમાં 16 ડિગ્રી, વડોદરામાં 16.3 ડિગ્રી તાપમાન રહ્યું છે.

બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા પશ્ચિમ ઘાટમાં વરસાદ વરસવાની વધુ સંભાવના છે. ખરાબ હવામાનની પ્રતિકૂળ અસરને કારણે, ઉભા કૃષિ પાકોમાં રોગોની શક્યતા વધી રહી છે, જે ખેડૂતો માટે ચિંતાનો વિષય છે. જે પછી ફેબ્રુઆરીના ત્રીજા અઠવાડિયામાં અને માર્ચ-એપ્રિલ મહિનામાં પણ હવામાનમાં સતત ફેરફાર થઈ શકે છે. રાજ્યમાં સવારે કડકડતી ઠંડી તો બપોરે શેકાઈ જવાય તેવી ગરમીનો અહેસાસ થયો છે.
આ પણ વાંચો:ભારે પવનો ફૂંકાશે, આગામી દિવસોમાં આ જીલ્લાઓમાં માવઠાની સંભાવના
આ પણ વાંચો:ગુજરાતમાં માવઠું, જાણો ક્યારે કમોસમી વરસાદ પડશે
આ પણ વાંચો:ગુજરાતમાં અનિયમિત બનતો વરસાદ અને નિયમિત થતું માવઠું
