એક તરફ આપણે એકવીસમી સદી તરફ આગળ વધી રહ્યા છે અને આકાશે ઊંચાઈને આંબી રહ્યા છીએ તેની વચ્ચે પણ હજુ એવા જુનવાણી લોકો છે જેના કારણે સ્ત્રીઓને સહન કરવાનું આવે છે. તેમજ વર્તમાન સમયમાં પણ દહેજ જેવા દુષણની બદીની બલી અનેક પીડિતાઓ બની રહી છે.અમદાવાદના વટવા વિસ્તારમાં રહેતી આયેશાએ પતિ અને સાસરિયાંના દહેજના ત્રાસથી કંટાળી સાબરમતી નદીમાં કૂદી આપઘાત કર્યો હોવાની ઘટનાની શાહી હજી સુકાઈ નથી ત્યાં રામોલમાં જામફળી વિસ્તારમાં રહેતી ઉત્તરપ્રદેશની પરિણીતાએ સાસરિયાંએ દહેજ માગતાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. પતિ અને સાસરિયાંએ કહ્યું હતું કે “જો તું માગ્યા મુજબ દહેજ લાવી ન શકતી હોય તો જીવે છે શું કામ ?” કહી મેણા મારતાં પરિણીતાએ આપઘાત કરી લીધો હતો. પરિણીતાના ભાઈએ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
Political / રાજકોટમાં જીતના નશામાં નોટોની રેલમછેલ અને ટોળાશાહી, કોંગ્રેસે 10 ની તો ભાજપે 500 ની નોટો ઉડાડી
આજે રાજકીય પાર્ટીઓ પોતાના ઉમેદવારોની જીત બદલ ઉજવણી કરી રહી છે. આ ઉજવણી ત્યારે જ લેખે લાગી કહેવાશે જ્યારે આવી પીડિતાની પીડામાં સરકાર કડક હાથે કામ લેશે.ઉત્તરપ્રદેશના શાહજહાપુરમાં રહેતી અન્નપૂર્ણા ઉર્ફે લીલાદેવી નામની યુવતીના લગ્ન તેના જ ગામના રહેવાસી રાજકુમાર નામના યુવક સાથે 20-5-2020ના રોજ થયા હતા. લગ્નના એક મહિના બાદ પતિ રાજકુમારે કહ્યું હતું કે તારી મોટી બહેનને બાઇક લઈ આપ્યું છે, મારે પણ બાઇક જોઈએ, તું તારા ભાઈ પાસેથી લઈ આવ. લગ્નમાં રૂ. 30 હજાર ખર્ચો થયો હતો, જે લઈ આવવા માટે પણ દબાણ કરતો હોવાનું અન્નપૂર્ણા તેના ભાઈને જણાવતી હતી. અવારનવાર દહેજ મામલે ત્રાસ આપતા સાસરીમાં આવી વાત કરતી હતી અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.
ચૂંટણી પરિણામ / Live Update: કોંગ્રેસના રકાસ બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રસ પ્રમુખ અમિત ચાવડા આપશે રાજીનામું
આ અંગે પોલીસ વિભાગમાંથી પ્રાપ્ત માહિતી પ્રમાણે પોલીસ સ્ટેશનમાં આ મામલે સમાધાન થયું હતું અને ગામના પૂર્વ પ્રધાન સાથે રહી અને 10 રૂપિયાના સ્ટેમ્પ પર બંને પક્ષે કોઈ તકલીફ નહિ આપે એવું લખાણ કરી લઈ ગયા હતા. બાદમાં રાજકુમાર પત્નીને મૂકી અમદાવાદ આવી ગયો હતો. બે મહિના પહેલાં રાજકુમાર પત્નીને અમદાવાદ લઈ ગયો હતો. તેની બહેનના મકાનના ઉપરના માળે બંને રહેતાં હતાં. બાદમાં રાજકુમારની બંને બહેનો, નણદોઈ પણ અવારનવાર નાની બાબતમાં મેણાં-ટોણા મારતાં હતાં. જો તું માગ્યા મુજબ દહેજ લાવી ન શકતી હોય તો જીવે છે શું કામ ?” કહી મેણાં મારતાં અન્નપૂર્ણાએ 27 ફેબ્રુઆરીએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
RESIGNATION / ગુજરાત પ્રદેશ કોંગ્રસ પ્રમુખ અમિત ચાવડા આપશે રાજીનામું
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
