ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો ધીરે ધીરે સ્પષ્ટ થઈ રહ્યા છે. શહેરી વિસ્તાર બાદ ગુજરાતના ગામડાઓમાંથી પણ કોંગ્રેસનો કરુણ રકાસ થયો છે. કોંગ્રેસે કારમી હારનો સામનો કરવો પડ્યો છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માં થયેલી કરુણ હારની જવાબદારી સ્વીકારીને સાંજે 5 વાગ્યે ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પોતાના પદ ઉપરથી રાજીનામું આપશે. સાંજે પાંચ વાગ્યે સતાવાર જાહેરાત કરશે.
જો કે અત્રે ઉલ્લેખનીય છે જે વિધાનસભાની પેટા ચૂંટણીમાં પણ કોંગ્રેસની કારમી હાર થઇ હતી. અને ત્યારબાદ પણ અમિત ચાવડાએ રાજીનામું ધર્યું હતું. જે કોંગ્રેસ હાઈ કમાન્ડ દ્વારા નકારવામાં આવ્યું હતું.
શહેરો પછી હવે ગામડાઓએ કોંગ્રેસને આપ્યો જાકારો
ગુજરાતના શહેરો પછી હવે કોંગ્રેસને ગામડાઓમાં પણ મોટું નુકસાન વેઠવું પડી રહ્યું છે. કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલનો પુત્ર યશ કોટવાલ સાબરકાંઠામાં તાલુકા પંચાયતની ચૂંટણીમાં કારમી હારનો સામનો કરવો પડી રહ્યો છે.
આપએ અત્યાર સુધીમાં 46 બેઠકો જીતી લીધી છે
ગુજરાતની મહાનગર પાલિકાની ચૂંટણી બાદ આપ દ્વારા નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકાની ચૂંટણીઓમાં પણ સારૂ પ્રદર્શન કર્યુ છે. બપોર સુધીમાં આપએ 46 બેઠકો જીતી લીધી છે.
