Not Set/ રાજકોટના ઉપલેટા તાલુકાના વાડલા ગામમાં સસ્તા અનાજની દુકાનમાં ગોટાળો

રાજકોટના ઉપલેટા તાલુકાના વાડલા ગામમાં સસ્તા અનાજની દુકાનમાં છેલ્લા ઘણાં સમયથી ગરીબ લોકોને રાશનનું અનાજ આપવાને બદલે બારોબાર વહેંચી નાખવામાં આવતો હતો… ગ્રામજનોને રાશનકાર્ડ દિઠ પુરતો અનાજનો પુરવઠો ન મળતા ગ્રામજનો દ્વારા અનેક રજૂઆતો કરવામાં આવી હતી.. રજુઆત કરવા છતા અનાજની દુકાનદાર સામે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો.. […]

Gujarat

રાજકોટના ઉપલેટા તાલુકાના વાડલા ગામમાં સસ્તા અનાજની દુકાનમાં છેલ્લા ઘણાં સમયથી ગરીબ લોકોને રાશનનું અનાજ આપવાને બદલે બારોબાર વહેંચી નાખવામાં આવતો હતો… ગ્રામજનોને રાશનકાર્ડ દિઠ પુરતો અનાજનો પુરવઠો ન મળતા ગ્રામજનો દ્વારા અનેક રજૂઆતો કરવામાં આવી હતી.. રજુઆત કરવા છતા અનાજની દુકાનદાર સામે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો.. રોષે ભરાયેલા ગ્રામજનોએ સસ્તા અનાજની દુકાનનો દુકાનનો સંચાલક આશિષ તનસુખલાલ કાટકોરીયા સસ્તા અનાજનો માલ ગોંડલ માર્કેટ યાર્ડમાં વહેંચાણ માટે જતો હોવાની જાણ થતાં જ ગ્રામજનોએ 50 કિલો ઘઉના 49 કટ્ટાઓ ભરેલ ટેમ્પો અને તેમનો ડ્રાઈવર સહિત 2 મજૂરોને રગેહાથ ઝડપી પાડ્યા હતા.. આ ઘટનાની જાણ થતા મામલતદાર સહિતના પોલીસના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.. પોલીસે ઘટના સ્થળથી ટેમ્પો, ઘઉ સહિતનો મુદામાલ કબ્જે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી…