કોંગ્રેસના નેતા નવજોત સિદ્વુના સ્પષ્ટ બોલવાની આદતથી પાર્ટીમાં અસમાન્ય સ્થિતિ ઉભી કરી દે છે. પંજાબમાં વીજ્ળીની જટિલ સમસ્યા છે, આ વીજળીના લીધે નવજોત સિંહે મુખ્યમંત્રી અમરિન્દર સિંહ જોરદાર શાબ્દિક હુમલો કર્યો છે. વીજળીની ચિંતા જાહેર કરનાર સિદ્વુનો વીજળી બિલના આઠ લાખ રૂપિયા બાકી છે.
પંજાબ સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ (પીએસપીસીએલ) ની વેબસાઇટ અનુસાર, અમૃતસરમાં સિદ્ધુના ઘરનું વીજ બિલ 8,67,540 થઈ ગયું છે જે હજી જમા કરાવવાનું બાકી છે અને બિલ ભરવાની છેલ્લી તારીખ 2 જુલાઈ છે. પંજાબમાં વીજળીની તંગી વચ્ચે કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધુએ શુક્રવારે અગાઉની શિરોમણિ અકાલી દળ-ભારતીય જનતા પાર્ટીની સરકાર દરમિયાન સહી કરેલા વીજ ખરીદી કરારો (પીપીએ) ને રદ કરવા માટે નવો કાયદો બનાવવાની તાકીદ કરી હતી. સિદ્ધુએ કહ્યું હતું કે, જો રાજ્ય યોગ્ય દિશામાં કાર્ય કરે તો પંજાબમાં વીજળી કાપવાની અથવા ઓફિસના સમયને નિયંત્રિત કરવાની જરૂર રહેશે નહીં.
રાજ્ય સરકારે ગુરુવારે રાજ્ય સરકારની કચેરીઓના કાર્યકાળમાં શુક્રવારથી ઘટાડો કરવાનો આદેશ આપ્યો છે અને ઉર્જા ઉદ્યોગોને વીજ પુરવઠો બંધ કરી દીધો છે. મુખ્યમંત્રીએ તમામ સરકારી કચેરીઓને વીજળીનો યોગ્ય ઉપયોગ કરવાની અપીલ કરતા કહ્યું કે, રાજ્યમાં વીજ માંગ 14,500 મેગાવોટ પર પહોંચી ગઈ હોવાથી સ્થિતિ ખૂબ ગંભીર છે.
