કેટલીકવાર, કેટલાક લોકો એવી કઇક કરી બેસતા હોય છે કે તેમનો મજાક વિશ્વભરમાં બને છે. પાકિસ્તાનમાં પણ આ જ ઘટના બની છે, જેને સોશિયલ મીડિયામાં જોયા બાદ આખું વિશ્વ તેની સાથે સમગ્ર દેશનો મજાક ઉડાવી રહી છે. એક વ્યક્તિએ તો ત્યા સુધી લખ્યું કે, આ વીડિઓ પુરાવા છે કે પાકિસ્તાનમાં કઇ પણ થઈ શકે છે.
Here’s proof that almost anything is possible in Pakistan: pic.twitter.com/n2MgK3uyKE
— Salman Siddiqui (@salmansid) May 19, 2019
જો તમે હસવાનું ભૂલી ગયા હોય તો તમારે આ વીડિયો ખાસ જોવો જોઇએ. આ વીડિયોમાં એક શખ્સ બાઇક પર ગાયને ફેરવી રહ્યો છે. અંગ્રેજી વેબસાઇટ ડેઇલી મેઇલનાં જણાવ્યા પ્રમાણે, વીડિઓ ગ્રામીણ વિસ્તારનો છે, જે આ મહિને જ રેકોર્ડ થયેલો છે. વીડિઓમાં સ્પષ્ટ દેખાય છે કે, મોપેડ બાઇક પર, વ્યક્તિ તેની આગળ ગાય લઇને જઇ રહ્યો છે. જ્યારે અન્ય વ્યક્તિ મોપેડ પર ગાયને લઇ જતો હોવાના બનાવને રેકોર્ડ કરી રહ્યા છે. કોઈ વ્યક્તિએ આ વીડિયોને ત્યાથી પસાર થતી વખતે રેકોર્ડ કર્યો. નવાઇની વાત તો એ છે કે ગાય પણ મોપેડની સવારી આરામથી લઇ રહી છે.
સોશિયલ મીડિયામાં લોકો આ વીડિયો જોઇ પાકિસ્તાનની ખૂબ મજાક ઉડાવી રહ્યા છે. એક વ્યક્તિએ લખ્યુ કે, આ જ એક અસલી કાઉબોય(Cow Boy)છે. વળી એક અન્ય વ્યક્તિએ લખ્યુ કે, પાકિસ્તાનમાં પ્રાણીઓની સાથે બાઇક ચલાવવાનો નિયમ છે. વળી એક વ્યક્તિએ તો ત્યા સુધી લખ્યુ કે, પાકિસ્તાનમાં આપનું સ્વાગત છે. તમારી ગાય, ગધેડા અને વાંદરાઓને અહી લાવો અને બાઇકની સવારીની મજા લો.
