નવી દિલ્હી,
હાલમાં દેશમાં લોકસભા ચૂંટણી માટે મતદાનનો બીજો તબક્કો ચાલી રહ્યો છે ત્યારે બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના મુખ્યાલયમાં હંગામો મચી ગયો છે. હકીકતમાં અહીંયા એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન બીજેપીના નેતા જીવીએલ નરસિંમ્હા પર જૂતું ફેંકવામાં આવ્યું હતું. આ ઘટના બાદ જુતું ફેંકનાર શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. જણાવી દઇએ કે જીવીએલ નરસિમ્હા તે સમયે સાધ્વી પ્રજ્ઞાના નામાંકન ઉપર પ્રેસ કોન્ફરન્સ સંબોધિત કરી રહ્યા હતા.
#WATCH Delhi: Shoe hurled at BJP MP GVL Narasimha Rao during a press conference at BJP HQs .More details awaited pic.twitter.com/7WKBWbGL3r
— ANI (@ANI) April 18, 2019
જૂતું ફેંકનાર શખ્સની ઓળખ ડો.શક્તિ ભાર્ગવ તરીકે કરાઇ છે. તે કાનપુરનો રહેવાસી છે. હાલ તો ભાર્ગવને કસ્ટડીમાં લઇને પોલિસ દ્વારા તેની પૂછપરછ કરાઇ રહી છે.
