બીટકોઈન અને બીજી ક્રીપ્ટોકરન્સીને લઈને સુપ્રીમ કોર્ટે આરબીઆઈના સર્ક્યુલર પર રોક લગાવવાની ના કહેતા, કાલથી બેંકો અને બીજી નાણાકીય સંસ્થાઓ આનાથી જોડાયેલા ઓપેરેશન બંધ કરી દેશે.

જો તમે બીટકોઈન સહીત અન્ય કોઈ ક્રીપ્ટોકરન્સીમાં રોકાણ કર્યું છે. તો આપની પાસે થોડા વિકલ્પ જ બચેલા છે.
જણાવી દઈએ કે રીઝર્વ બેંક તરફથી બેન્કોને ત્રણ મહિનાનો બફર પીરીયડ આપવામાં આવ્યો હતો. એમને આ દરમિયાન ક્રીપ્ટોકરન્સી સાથે સંબંધિત ઓપરેશન બંધ કરવા કહેવામાં આવ્યું હતું. આ માટે છેલ્લી તારીખ 5 જુલાઈ આપવામાં આવી હતી. મતલબ કાલથી, ના તો ક્રીપ્ટોકરન્સી ખરીદી શકાશે અને ના તો વેચી શકાશે.

હજુ સુધી 5 જુલાઈ બાદ ક્રીપ્ટોકરન્સીમાં રોકાણ કરવા અને વેચવા માટે કોઈ નવું સર્ક્યુલર આવ્યું નથી. આવામાં સૌથી સારો રસ્તો એ છે કે બધું વેચીને રોકાણમાંથી બહાર નીકળી જવું. કારણ કે આ બાદ વર્ચ્યુઅલ કરન્સીને રૂપિયામાં વેચવું કે ખરીદવું મુશ્કેલ થઇ જશે.

આપ ઈચ્છો તો ક્રીપ્ટોકરન્સીમાં રોકાણ રાખી શકો છો. પરંતુ આવું કરવું જોખમ ભર્યું સાબિત થઇ શકે છે. હકીકતમાં સુપ્રીમ કોર્ટમાં ક્રીપ્ટોકરન્સીને લઈને ઘણી પીટીશન પર સુનાવણી ચાલી રહી છે.
કેટલાક દિવસો પહેલા એવો રીપોર્ટ આવ્યો હતો કે બે ક્રીપ્ટોકરન્સી એક્સચેન્જ વઝીરેક્સ અને કોઈનેક્સ એક એવું મોડલ બનાવવાની તૈયારીઓ કરી રહ્યા છે, જેમાં બેન્કિંગ ચેનલનો ઉપયોગ કર્યા વગર ક્રીપ્ટોકરન્સીની લેણ-દેણ થઇ શકે.

આરબીઆઈ આ પહેલા ક્રીપ્ટોકરન્સીમાં લેણ-દેણને લઈને ચેતવણી જાહેર કરી ચુક્યું છે. કેન્દ્ર સરકાર પણ આ પહેલા કહી ચુક્યું છે કે બીટકોઈનમાં રોકાણ પર આપનું કઈ નુકસાન થાય છે, તો એના માટે સરકાર જવાબદાર રહેશે નહિ.
