Not Set/ બિનસચિવાલય પરીક્ષા ગેરરીતી/ જાણો કોણ છે મુખ્ય ભેજાબાજ, ક્યાં-કેમ કર્યું પેપર લીક

પોલીસ અધિકારી મયંકસિંહ ચાવડા સહિતનાં પાંચ સભ્યોની બનેલી સીટ કમિતી દ્વારા બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષામાં આચરવામાં આવેલી ગેરરીતી મામલે તપાસ કરવામાં આવી રહી છે. તપાસનાં સંદર્ભમાં અનેક ઘટસ્ફોટ સામે આવી રહ્યા છે. તપાસનીસ પોલીસ અધિકારી મયંકસિંહ ચાવડા દ્વારા તપાસ મામલે પોતાનાં એક નિવેદનમાં જણાવવામાં આવ્યું કે આ મામલાનો મુખ્ય ભેજા બાજ કોણ છે અને હાલ ક્યાં […]

Top Stories Gujarat

પોલીસ અધિકારી મયંકસિંહ ચાવડા સહિતનાં પાંચ સભ્યોની બનેલી સીટ કમિતી દ્વારા બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષામાં આચરવામાં આવેલી ગેરરીતી મામલે તપાસ કરવામાં આવી રહી છે. તપાસનાં સંદર્ભમાં અનેક ઘટસ્ફોટ સામે આવી રહ્યા છે. તપાસનીસ પોલીસ અધિકારી મયંકસિંહ ચાવડા દ્વારા તપાસ મામલે પોતાનાં એક નિવેદનમાં જણાવવામાં આવ્યું કે આ મામલાનો મુખ્ય ભેજા બાજ કોણ છે અને હાલ ક્યાં છે. તો સાથે સાથે આ મામલામાં વધુ કેટલા સામેલ હતા અને પેપર કઇ જગ્યાએ અને કેવી રીતે લીક કરવામાં આવ્યું હતું. તો કેવી રીતે મોબાઇલથી સર્ક્યુલેટ કરવામાં આવ્યું હતું.

ચાવડા દ્વારા પૂરા મામલા પર પ્રકાશ પાડતા જણાવવામાં આવ્યું હતું કે, સીટની તપાસમાં 11 મોબાઈલ જપ્ત કર્યા હતા, તે મોબાઇલમાં પરીક્ષા પહેલા પેપર પહોંચ્યા હતા. આ મામલે પ્રવીણ દાન ગઢવીની અટકાયત કરી હતી. પેપર વોટ્સઅપ અને ટેલિગ્રામમાં સર્ક્યુ લેટ કરવામાં આવ્યું હતું. આ કૌભાંડનું કાવતરુ દાણીલીમડામાં ઘડવામાં આવ્યું હતું. વિજયસિંહ દાણીલીમડા સ્કૂલનો પ્રિન્સીપાલ છે અને પેપર ત્યાંથી જ લીક કરવામાં આવ્યું હતું. મુખ્ય ભેજાબાજ પ્રવીણ દાન ગઢવી વોન્ટેડ આરોપી છે. તો આ મામલામાં કોંગ્રેસના એક કાર્યકર્તાની પણ સંડોવણી હોવાનું સામે આવ્યું છે.

કોંગ્રેસનાં શહેઝાદ પઠાણનાં કાકની સંડોવણી સામે આવી છે. અમદાવાદનાં શાહઆલમ વિસ્તારમાં થયેલા તોફાન કેસના આરોપીના સંબધીની પણ સંડોવણી સામે આવી છે. પ્રવીણ દાન પેપર લીક કાંડનો મુખ્ય સૂત્રધાર છે અને દીપકે વોટ્સઅપમાં પેપર ફેરવ્યું હતું.  દાણીલીમડા સ્કૂલમાંથી પેપર લીક કરવામાં આવ્યું હતું. દાણીલીમડા સ્કૂલમાં CCTV  હતા પરંતુ સ્કુલમાં જ્યાં બન્ડલ તોડ્યું ત્યાં CCTV  ન હતા. આપને જણાવી દઇએ કે, આ મામલામાં કોઈ ટ્યુશન કલાસીસની સંડોવણી સામે આવી નથી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.