gujrat news/ કળિયુગનો પુત્ર! મોરબીમાં પુત્રને ઠપકો આપતા પુત્રએ પિતાની કરી ક્રૂર હત્યા

Morbiના મોટાભેલા ગામે એક પુત્રએ કામ બાબતે ઠપકો આપતા પોતાના 85 વર્ષીય પિતાની કુહાડી મારી હત્યા કરી છે. પિતાના પગ કાપી નાખનાર પાપી પુત્રની પોલીસે ધરપકડ કરી છે. વાંચો આ ચોંકાવનારો અહેવાલ.

Top Stories Gujarat Others
Morbi

Morbi Murder News Summary: મોરબી (Morbi)જિલ્લાના મોટાભેલા ગામે પિતા-પુત્રના પવિત્ર સંબંધને લાંછન લગાડતી એક હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. કામ-ધંધો કરવા બાબતે પિતાએ આપેલા ઠપકાથી ઉશ્કેરાઈને પુત્રએ પોતાના જ 85 વર્ષીય વૃદ્ધ પિતાની કુહાડીના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરી નાખી છે. પુત્રએ પિતાના બંને પગના કાંડા કાપી નાખતા વૃદ્ધનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. પોલીસે હત્યારા પુત્રની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

શું હતી સમગ્ર ઘટના?

મોટાભેલા ગામે રહેતા 85 વર્ષીય જીવણભાઈ સોમાણીએ તેમના પુત્ર પ્રવીણ ઉર્ફે પવોને કોઈ કામ-ધંધો કરવા બાબતે ઠપકો આપ્યો હતો. પિતાની આ શિખામણ પુત્રને એટલી હદે માઠી લાગી કે તેણે પિતા સાથે ઉગ્ર બોલાચાલી શરૂ કરી દીધી હતી. જોતજોતામાં વાત એટલી વણસી ગઈ કે પુત્રએ માનવીય સંવેદનાઓ નેવે મૂકી ખૂની ખેલ ખેલ્યો હતો.

Morbi

કુહાડીના ઘા મારી પિતાને કર્યા લોહીલુહાણ

ઝઘડો ઉગ્ર બનતા પ્રવીણે ઘરમાં રહેલી કુહાડી ઉઠાવી પિતા પર જીવલેણ (Morbi) હુમલો કર્યો હતો. તેણે પિતાના બંને પગના કાંડાના ભાગે કુહાડીના એવા ઊંડા ઘા માર્યા કે જીવણભાઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. વધુ પડતું લોહી વહી જવાને કારણે વૃદ્ધ પિતાએ ઘટનાસ્થળે જ દમ તોડ્યો હતો.

ભાઈએ જ ભાઈ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી

આ કરુણ ઘટના બાદ (Morbi) મૃતક જીવણભાઈના બીજા પુત્ર ભરતભાઈ ઉર્ફે ભટ્ટીએ હિંમત દાખવી પોતાના જ સગા ભાઈ પ્રવીણ વિરુદ્ધ માળીયા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

Morbi પોલીસની ત્વરિત કાર્યવાહી અને ધરપકડ

ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો મોટાભેલા ગામે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) માટે ખસેડ્યો છે અને ટૂંકા ગાળામાં જ આરોપી પુત્ર પ્રવીણ ઉર્ફે પવોની ધરપકડ કરી લીધી છે. આ ઘટનાને પગલે સમગ્ર મોરબી પંથકમાં ચકચાર મચી ગઈ છે.


આ પણ વાંચો:  મોરબીમાં લિવ ઇનમાં રહેતી યુવતીની પાર્ટનરે કરી હત્યા

આ પણ વાંચો:  મોરબીમાં યુવકને બિભત્સ માંગણી ભારે પડી, મહિલાના પતિએ તેના મિત્ર સાથે મળીને યુવકની હત્યા કરી

આ પણ વાંચો:  મોરબીમાં યુવાનનું અપહરણ કરી કરપીણ હત્યા કરાઈ