અમદાવાદમાં કરોડો રૂપિયાની દાણચોરીનાં પ્રકરણ મુદ્દે સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. જેમાં રાજકોટનાં નામાંકિત વેપારી રાજુ ગોસ્વામીની ધરપકડ કરવામાં આવી હતી. કસ્ટમ વિભાગની ટીમ દ્વારા રાજકોટમાં નામાંકિત વેપારી રાજુ ગોસ્વામીની ધરપકડ કરાઇ હતી. મહત્વનું છે કે વેપારમાં રાજુ ગોસ્વામી મોટું નામ ધરાવે છે. તો અગાઉ આ જ મામલે કસ્ટમ વિભાગનાં સુપ્રિટેન્ડેન્ટ સોમનાથ ચૌધરીની પણ ધરપકડ કરાઇ હતી.
આ ઉપરાંત અન્ય એક મહિલાની પણ કસ્ટમ વિભાગે અટકાયત કરી છે. રાજકોટનાં નામાંકિત વેપારીઓમાનાં એક ગણાતા રાજુ ગોસ્વામીની ધરપકડ થતાં રાજકોટમાં ચકચાર મચી જવા પામી છે. તો બીજી બાજુ રાજકોટનાં બીજા બે મોટા માથાની પણ કસ્ટમ વિભાગ ધરપકડ કરી શકે તેવી શકયતા વ્યકત કરાઇ છે.
અમદાવાદ એરપોર્ટ દિવસે ને દિવસે દાણચોરીનો ગઢ બનતું જઇ રહ્યું છે. કસ્ટમે થોડા દિવસ અગાઉ અમદાવાદમાં રહેતી મહિલાની ધરપકડ કરી હતી. જેની પૂછપરછમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો કે, છેલ્લા કેટલાક વર્ષોમાં દુબઈની 73 ટ્રીપ કરી 420 કરોડનું 1,285 કિલો સોનું અમદાવાદ ખાતે લાવી હતી. બેગેજ હેન્ડલર જીગ્નેશ સાવલિયાને કસ્ટમ્સના અધિકારીઓએ અમદાવાદ એરપોર્ટ પર દાણચોરી કરતાં ઝડપ્યા બાદ અનેક પ્રકારના ઘટસ્ફોટ થયા છે. સેટેલાઈટના બીમાનગર પાસેના જીવનધામમાં રહેતી દિવ્યા ભુદિયા નામની મહિલાની ધરપકડ કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
