લતા મંગેશકરનું ગીત ‘એક પ્યાર કા નગમા હૈ’એ રાતોરાત રાનુ મંડલની કિસ્મત બદલી દીધી છે. રાનુ મંડલ હાલ ઇન્ટરનેટ સેંસેશન બની ચૂકી છે. રાનુનું નામ દરેક જ્ગ્યાએ છવાયેલુ છે. આજે રાનુ આખા દેશમાં પ્રખ્યાત છે. દરેકને રાનુના મધુર અવાજ પસંદ છે.
કોલકાતાના સ્ટેશન પર ગાવાવાળી રાનુનું જીવન આજે સંપૂર્ણ બદલાઈ ગયું છે. રાનુના જીવનથી ઇંસ્પાયર ફિલ્મ નિર્માતા રીષિકેશ મંડલ તેમના જીવન પર બાયોપિક ફિલ્મ બનાવવાનું વિચારી રહ્યા છે. રાનુ મંડલનું જીવન ખૂબ જ મુશ્કેલીઓ સાથે પસાર થયું છે અને લોકો નિશ્ચિતરૂપે તેને રૂપેરી પડદે જોવાનું પસંદ કરશે.
આ વિચાર સાથે, ફિલ્મ નિર્માતા રીષિકેશ મંડલ રાનુ મંડલ પર ફિલ્મ બનાવવા માંગે છે, તે માને છે કે આજે દરેક જણ રાનુ મંડલને લગતી વાસ્તવિકતા જાણવા માંગે છે. સાઉથની ફેમસ એક્ટ્રેસ સુદીપ્તા ચક્રવર્તીને અપ્રોચ કરવામાં આવી છે. આ વાતની પુષ્ટિ કરતાં સુદીપ્તા ચક્રવર્તીએ એક ન્યૂઝ એજન્સીને કહ્યું, ‘મને આ ફિલ્મની ઓફર કરવામાં આવી છે.
જો કે, હજુ સુધી મને ફિલ્મની સ્ક્રીપ્ટ મળી નથી. સ્ક્રિપ્ટ વાંચ્યા પછી જ હું નક્કી કરીશ કે મારે આ ફિલ્મ કરવી છે કે નહીં. ”આપને જણાવી દઈએ કે જર્નાલિસ્ટથી દિગ્દર્શક બનેલા રીષિકેશ મંડલ રાનુ મંડલના જીવન પર આધારિત બાયોપિક ફિલ્મ બનાવશે. આ ફિલ્મનું નામ ‘પ્લેટફોર્મ સિંગર રાણું મંડલ’ છે. આ ફિલ્મમાં રાનુના રેલ્વે સ્ટેશનથી બોલિવૂડ સુધીની સફર દર્શાવવામાં આવશે.
રાનુની બાયોપિક ફિલ્મના કેટલાક ભાગનું શૂટિંગ રાનુના હોમટાઉનમા થશે, જ્યારે કેટલાક મુંબઇમાં કરવામાં આવશે. સુભોજિત મંડલ આ ફિલ્મનું નિર્માણ કરશે. આ ફિલ્મ આવતા વર્ષે ફેબ્રુઆરીમાં રિલીઝ થશે.
આપને જણાવી દઈએ કે રાનુ મંડલ ખૂબ જ તંગીથી પસાર થઈ છે. પરંતુ તેની પ્રતિભાએ તેને આજે સેલિબ્રિટી બનાવી દીધી છે. રાનુ મંડલ દેશની ઘણી મહિલાઓ માટે એક ઉદાહરણ છે. આપને જણાવી દઇએ કે ફિલ્મના નિર્માતાઓએ પણ ફિલ્મમાં ગેસ્ટ અપિરેન્સ રજૂઆત કરવા માટે રાનુનો સંપર્ક કર્યો હતો, પરંતુ આ અંગે હજી સુધી કંઈ ફાઇનલ કરવામાં આવ્યું નથી. ફિલ્મ વિશે વાત કરતાં રીષિકેશે કહ્યું કે સુદીપ્તા ફિલ્મ કરવા માટે રાજી થાય તો ફિલ્મ શરૂ થઈ શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
