ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટાનાં રામપુરમાંથી ભાજપનાં જયા પ્રદાને હરાવી બનેલા સાંસદ અને કદ્દાવર નેતા આઝમ ખાનને ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા ભૂ-માફિયાનાં લીસ્ટમાં સામેલ કરવામાં આવ્યા છે. છેલ્લાં એક અઠવાડીયા કરતા પણ વધુ સમયની અંદર આઝમ પર 26 કેસ નોંધાવામા આવ્યા છે. રામપુર સરકારી તંત્રએ એન્ટી ભૂ-માફિયા પોર્ટલ પર આઝમખાનને સૂચીબદ્ધ કરી દીધા છે. આઝમની સાથે સાથે મામલામાં તે જ વિસ્તારનાં એક રિટાયર સર્કલ અધિકારી હસનનું નામ પણ સૂચીબદ્ધ કરવામા આવ્યું છે.

યુપીનાં રામપુરનાં સપાનાં સાંસદ આઝમ ખાન અને તેમના સહયોગીની સામે 26 ખેડૂતોની લગભગ 5 હજાર હેક્ટર જમીન પચાવી પાડીને મોહમ્મદ અલી ઝોહર વિશ્વવિદ્યાલયનાં નિર્માણ માટે ઉપયોગ કરવા માટે છેલ્લાં એક અઠવાડીયામાં 26 કેસો નોંધાયા છે. ત્યારબાદ જીલ્લાં તંત્રએ આઝમ ખનની સામે કર્યવાહી કરતાં તેમનું નામ એન્ટી ભૂ-માફિયા પોર્ટલમાં નોંધી લીધુ છે.

2017માં યુપીની સત્તા સંભાળતા જ સીએમ યોગીએ ભૂ-માફિયાની ઓળખ કરવા અને જમીન પર ગેરકાયદે કબ્જો કરનારાની સામે ફરિયાદ દાખલ કરાવવા માટે આ પોર્ટલની શરૂઆત કરી હતી. રામપુરનાં જીલ્લા અધિકારીએ કહ્યુ છે કે, અમારા માટે આ એક નિયમિત પ્રક્રિયા છે. જ્યારે સાબિત થાય છે કે કોઇ જમીન ગેરકાયદેસર રીતે પડાવી લેવામાં આવી છે. ત્યારે આ મામલે અમારા દ્વારા ગુનો નોંધવામાં આવે છે. સાથે જ જમીનનું અતિક્રમણ કરનારાનું નામ સરકારના ભૂ-માફિયા લિસ્ટમાં સામેલ કરવામાં આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન
