Not Set/ આર્મી ચીફ બિપિન રાવતનું મોટું નિવેદન, LoC પર કોઇ પણ સમયે ખરાબ થઇ શકે છે સ્થિતિ

આર્મી ચીફ જનરલ બિપિન રાવતે બુધવારે એક મોટું નિવેદન આપ્યું છે. બિપિન રાવતે કહ્યું છે કે લાઇન ઓફ કંટ્રોલ (LoC) પર સ્થિતિ ગમે ત્યારે કથળી શકે છે, આપણે દરેક પરિસ્થિતિ માટે તૈયાર રહેવું પડશે. ઓગસ્ટમાં જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ પાકિસ્તાન દ્વારા વારંવાર યુદ્ધવિરામ ભંગ કરવામાં આવ્યા છે ત્યાર બાદ બિપિન રાવતનું નિવેદન આવ્યું છે.  આપને […]

Top Stories India

આર્મી ચીફ જનરલ બિપિન રાવતે બુધવારે એક મોટું નિવેદન આપ્યું છે. બિપિન રાવતે કહ્યું છે કે લાઇન ઓફ કંટ્રોલ (LoC) પર સ્થિતિ ગમે ત્યારે કથળી શકે છે, આપણે દરેક પરિસ્થિતિ માટે તૈયાર રહેવું પડશે.

ઓગસ્ટમાં જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ પાકિસ્તાન દ્વારા વારંવાર યુદ્ધવિરામ ભંગ કરવામાં આવ્યા છે ત્યાર બાદ બિપિન રાવતનું નિવેદન આવ્યું છે.  આપને જણાવી દઇએ કે, કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી જી કિશન રેડ્ડીએ ગયા મહિને લોકસભામાં કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાં ઓગસ્ટ 2019 થી ઓક્ટોબર 2019 ની વચ્ચે સરહદથી 950 વાર યુદ્ધવિરામનો ભંગ કરવામાં આવ્યો છે.

આ અગાઉ તાજેતરમાં જ આર્મી ચીફ રાવતે પાકિસ્તાનને સખત ચેતવણી આપી હતી કે, તેણે ભારત સામે કોઈ ‘એડવેન્ચરિઝમ’ ન કરવું જોઈએ. તેમણે કહ્યું હતું કે ભારતીય સશસ્ત્ર સૈન્ય કોઈપણ પ્રયત્નોનો જવાબ આપવા માટે તૈયાર છે. આ સાથે જ તેમણે કાશ્મીર ખીણમાં સફરજનના વેપારીઓની હત્યાનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું હતું કે પાકિસ્તાન તરફથી અવરોધ હોવા છતાં, ભારતીય સશસ્ત્ર દળો સરકારના પરિપ્રેક્ષ્ય મુજબ શાંતિ અને વિકાસ સ્થાપિત કરવામાં સફળ રહી છે અને રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.