World News/ ઈરાન સાથેની જંગ વચ્ચે અમેરિકાની મોટી તૈયારી, 2027 સુધી મધ્ય પૂર્વમાં રહેશે 50 હજાર સૈનિકો!

Iran સાથેના તણાવ વચ્ચે અમેરિકાએ મધ્ય પૂર્વમાં પોતાની સૈન્ય તૈનાતી 2027 સુધી વધારી દીધી છે. 50 હજાર સૈનિકો અને યુદ્ધપોતો તૈનાત રહેશે. જાણો વિગતવાર અહેવાલ.

international Top Stories World
Iran

US-Iran War: ઈરાન સાથે ચાલી રહેલા સૈન્ય સંઘર્ષ વચ્ચે અમેરિકાએ મધ્ય પૂર્વમાં પોતાની સૈન્ય તૈનાતી લાંબા સમય સુધી જાળવી રાખવાની તૈયારી કરી હોવાના અહેવાલ સામે આવ્યા છે. વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ, અમેરિકાના રક્ષા મંત્રી પીટ હેગસેથે મધ્ય પૂર્વમાં તૈનાત અમેરિકન સૈનિકોની હાજરીને 2027 સુધી લંબાવવાની મંજૂરી આપી છે. આ નિર્ણયથી સવાલ ઉઠી રહ્યો છે કે શું અમેરિકા અને ઈરાન વચ્ચેનો વર્તમાન સંઘર્ષ આવતા વર્ષ સુધી પણ ચાલુ રહી શકે છે?

મધ્ય પૂર્વમાં 50 હજાર અમેરિકન સૈનિકો

અહેવાલમાં મામલાની જાણકારી ધરાવતા સૂત્રોને ટાંકીને જણાવાયું છે કે અમેરિકાની આ સૈન્ય તૈનાતીમાં મધ્ય પૂર્વમાં આશરે 50 હજાર અમેરિકન સૈનિકો યથાવત રહી શકે છે. આ ઉપરાંત અમેરિકાએ આ વિસ્તારમાં 19 યુદ્ધજહાજ, એર ડિફેન્સ યુનિટ્સ, ફાઈટર જેટ સ્ક્વોડ્રન અને પેરાટ્રૂપર્સ પણ તૈનાત કર્યા છે.

Iran

ટ્રમ્પ પાસે સૈન્ય વિકલ્પ ખુલ્લા રાખવાનો પ્રયાસ

રિપોર્ટ મુજબ આ સૈન્ય તૈનાતી હાલમાં કોઈ ચોક્કસ અંતિમ સમયમર્યાદા સુધી મર્યાદિત નથી. તેનો મુખ્ય હેતુ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે ઈરાન(Iran) સામેના જરૂરી સૈન્ય વિકલ્પો ખુલ્લા રાખવાનો હોવાનું માનવામાં આવે છે. જોકે, લાંબા સમય સુધી ચાલતી આ તૈનાતીનો બોજ અમેરિકન સૈનિકો અને તેમના પરિવારો પર પણ પડી રહ્યો છે.

સૈન્ય સાધનોના મેન્ટેનન્સ પર પણ અસર

લાંબા સમય સુધી મધ્ય પૂર્વમાં મોટી સંખ્યામાં સૈનિકો અને સૈન્ય સાધનો તૈનાત રાખવાથી અમેરિકાની સૈન્ય વ્યવસ્થા પર પણ દબાણ વધી રહ્યું છે. અહેવાલ મુજબ સૈન્ય સાધનોના મેન્ટેનન્સનું બેકલોગ પણ વધી રહ્યું છે અને તેને સંપૂર્ણ રીતે દૂર કરવામાં અનેક વર્ષ લાગી શકે છે. બીજી તરફ, ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના વરિષ્ઠ સહયોગીઓ સાથેની ચર્ચામાં ઈરાન(Iran) સાથેની જંગને સમાપ્ત જાહેર કરવી કે નહીં તે અંગે વિચારણા કરી રહ્યા હોવાનું કહેવાય છે. જોકે, ટ્રમ્પનું માનવું છે કે ઈરાન પર સતત આર્થિક દબાણ વધારીને તેના પરમાણુ કાર્યક્રમને રોકવા માટે મજબૂર કરી શકાય છે.

અહેવાલ મુજબ ટ્રમ્પ એવું પણ માને છે કે લાંબા સમય સુધી આર્થિક દબાણ ચાલુ રાખવાથી ઈરાનની(Iran) સરકાર સામે આંતરિક દબાણ વધી શકે છે. આવી સ્થિતિમાં 2027 સુધી અમેરિકાની સૈન્ય તૈનાતી એ સંકેત આપી રહી છે કે વોશિંગ્ટન હાલમાં ઈરાન સામે પોતાના સૈન્ય વિકલ્પો સંપૂર્ણપણે બંધ કરવા માંગતું નથી.


આ પણ વાંચો:વિનાશક પૂર-ભૂસ્ખલનથી નેપાળમાં તારાજી, 1200થી વધુનાં મોત અને 4000થી વધુ લાપતા

આ પણ વાંચો: ભારતને અમેરિકાની ચેતવણી? કહ્યું- પ્રતિબંધોથી બચાવવામાં મદદ કરનાર દેશ સામે પણ કાર્યવાહી

આ પણ વાંચો: અમેરિકામાં અંધાધૂંધ ફાયરિંગ: હુમલાખોર સહિત 3નાં મોત, 3 પોલીસકર્મી ઘાયલ