Uttar Pradesh News:/ યુપી ચૂંટણી પહેલાં BJPનું ડેમેજ કંટ્રોલ, અદિતિ સિંહથી સંજય નિષાદ સુધી નેતાઓ સાથે મુલાકાતો

BJP damage control strategy: 2027ની યુપી વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપે નારાજ નેતાઓને મનાવવાનું અભિયાન શરૂ કર્યું છે. સીએમ યોગી અને વિનોદ તાવડેએ અદિતિ સિંહ અને સંજય નિષાદ સાથે મુલાકાત કરી છે.

NATIONAL Top Stories India
BJP damage control strategy

BJP Damage Control Strategy UP Assembly Elections: 2027ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલાં ભાજપે સંગઠન અને સહયોગી દળો સાથેના સમીકરણોને મજબૂત કરવાની કવાયત તેજ કરી છે. છેલ્લા કેટલાક સમયથી પાર્ટી સાથે મતભેદ અથવા નારાજગી દર્શાવતા નેતાઓને લઈને હવે બેઠકોનો દોર જોવા મળી રહ્યો છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાયબરેલીના ધારાસભ્ય અદિતિ સિંહ સાથે મુલાકાત કરી છે, જ્યારે ઉત્તર પ્રદેશ ભાજપના પ્રભારી વિનોદ તાવડેએ ગોરખપુરમાં નિષાદ પાર્ટીના પ્રમુખ સંજય નિષાદ સાથે મુલાકાત કરી.

અદિતિ સિંહ સાથે CM યોગીની મુલાકાત

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અદિતિ સિંહ સાથે થયેલી મુલાકાતની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી. ચૂંટણી(BJP damage control strategy ) પહેલાં આ મુલાકાતને રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, કારણ કે વિપક્ષની નજર ભાજપના નારાજ નેતાઓ પર છે. જોકે, આ મુલાકાતનો ચોક્કસ રાજકીય એજન્ડા જાહેર કરવામાં આવ્યો નથી. બીજી તરફ વિનોદ તાવડે પોતાના પૂર્વાંચલ પ્રવાસ દરમિયાન ગોરખપુર સ્થિત નિષાદ પાર્ટીના કાર્યાલય પહોંચ્યા હતા અને સંજય નિષાદ સાથે મુલાકાત કરી હતી. સંજય નિષાદ, તેમના પરિવારના સભ્યો અને તેમના પુત્રો દ્વારા તાવડેનું સ્વાગત કરવામાં આવ્યું. આ દરમિયાન તેમને લાકડાની નાવનું પ્રતિકચિહ્ન પણ ભેટ આપવામાં આવ્યું.

BJP damage control strategy

સંજય નિષાદની કેટલીક મહત્વની માંગ

ગઠબંધનને લઈને સંજય નિષાદ તરફથી વધુ સારા સંકલનની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. તેઓ ઈચ્છે છે કે સીટ વહેંચણીમાં તેમની પાર્ટીને યોગ્ય પ્રતિનિધિત્વ મળે. સાથે જ નિષાદ આરક્ષણના મુદ્દે(BJP damage control strategy ) પણ સરકાર તરફથી નક્કર પહેલની અપેક્ષા રાખવામાં આવી રહી છે. વિનોદ તાવડેની મુલાકાત પહેલાં સંગઠનના અન્ય નેતાઓ પણ સંજય નિષાદ સાથે મુલાકાત કરી ચૂક્યા છે. આ મુલાકાતોને કારણે ભાજપ અને નિષાદ પાર્ટી વચ્ચેના સંકલનને લઈને ચર્ચા તેજ થઈ છે.

કૌશલ કિશોરે પણ આપ્યા સંકેત

પૂર્વ સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી કૌશલ કિશોરે પણ ભાજપથી(BJP damage control strategy ) સંપૂર્ણ અંતર ન હોવાના સંકેત આપ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે તેમણે પત્ની સાથે દીવા પ્રગટાવીને શુભેચ્છા પાઠવી હતી અને તેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. હવે 2027ની ચૂંટણી(BJP damage control strategy ) પહેલાં ભાજપ નારાજ નેતાઓ અને સહયોગી પક્ષો સાથેનું સમીકરણ કેવી રીતે ગોઠવે છે અને સીટ વહેંચણી સહિતના મુદ્દાઓ પર શું સહમતિ બને છે, તેના પર રાજકીય વર્તુળોની નજર રહેશે.


આ પણ વાંચો:યુપીમાં 52 નેતાઓની સુરક્ષા વધુ મજબૂત, અખિલેશ, માયવતી સહિતને યોગી સરકારે આપી બુલેટપ્રૂફ જેકેટ

આ પણ વાંચો:માસ્ટરસ્ટ્રોક કે ચૂંટણી સ્ટ્રેટેજી? ઉત્તર પ્રદેશમાં ચૂંટણીની તૈયારી: મહિલા મતદારોને રિઝવવા ભાજપ-સપા મેદાનમાં

આ પણ વાંચો:‘શેર આયા-શેર આયા’ના નારાથી ગુંજ્યું ગોંડા, બ્રિજભૂષણ સિંહનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું