Not Set/ અમદાવાદ/ BJP ધારાસભ્ય બલરામ થાવાણી ફરી એકવાર વિવાદમાં, મતદાર સાથે ઉદ્ધતાઇભર્યો જવાબનો ઓડિયો વાયરલ

ચુંવાળ નગરના રોડ બનાવવા સ્થાનિકે કરી હતી રજુઆત   બલરામ થાવાણીએ વાત સાંભળવાનો જ કર્યો ઇન્કાર કમિશનરને સવાલ જવાબ કરો તેવો આપ્યો જવાબ મારે તમારી કોઈ વાત નથી સાંભળવી:બલરામ થાવાણી સ્થાનિકોની સમસ્યાનો નિકાલ ન આવતા લોકોમાં રોષ નરોડા વિધાનસભા બેઠકના ધારાસભ્ય છે બલરામ થવાણી સોશિયલ મીડિયામાં રોજબરોજ કોઇને કોઇ રાજકીય નેતાના ઓડિયો અને વીડિયો વાયરલ […]

Top Stories Ahmedabad Gujarat
  • ચુંવાળ નગરના રોડ બનાવવા સ્થાનિકે કરી હતી રજુઆત  
  • બલરામ થાવાણીએ વાત સાંભળવાનો જ કર્યો ઇન્કાર
  • કમિશનરને સવાલ જવાબ કરો તેવો આપ્યો જવાબ
  • મારે તમારી કોઈ વાત નથી સાંભળવી:બલરામ થાવાણી
  • સ્થાનિકોની સમસ્યાનો નિકાલ ન આવતા લોકોમાં રોષ
  • નરોડા વિધાનસભા બેઠકના ધારાસભ્ય છે બલરામ થવાણી

સોશિયલ મીડિયામાં રોજબરોજ કોઇને કોઇ રાજકીય નેતાના ઓડિયો અને વીડિયો વાયરલ થાય છે ત્યારે સવારે ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ બાદ અમદાવાદ નરોડાના ભાજપના ધારાસભ્ય બલરામ થવાણીનો ઓડિયો સામે આવ્યો છે. જે સાથે  ધારાસભ્ય બલરામ થાવાણી ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. ચુંવાળ નગરના રોડ બનાવવા અંગે સ્થાનિક દ્વારા રજૂઆત કરાઈ હતી. બલરામ થાવાણીએ વાત સાંભળવાનો જ ઇન્કાર કર્યો હતો. કમિશનરને સવાલ જવાબ કરો તેવો જવાબ આપ્યો હતો. સ્થાનિકોની સમસ્યાનો નિકાલ ન આવતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો

તો આવો જોઈએ બલરામ થાવાણી  અને સ્થાનિક વચ્છે થયેલી વાતચીત ના કેટલાક અંશ….

મયુર પટેલઃ હેલ્લો બલરામ ભાઈથાવાણી વાત કરો છો?

બલરામ થાવાણીઃ જી

મયુર પટેલઃ સાહેબ ચુંવાળા નગર સોસાયટી વિભાગ પાંચમાંથી મયુર પટેલ વાત કરું છું

બલરામ થાવાણીઃ હમમ..

મયુર પટેલઃ આપણે જે શ્રદ્ધાનંદ વાળો રસ્તો છે ને આપણે મીટિંગમાં વાત થઈ હતી, શશિકાંતભાઈ સાથે વાત થઈ હતી રસ્તો આપણે પાકો બનાવી દેવાનો છે, એને ઘણો સમય થઈ ગયો તો રસ્તો ક્યારે બનશે..?

બલરામ થાવાણીઃ ભાઈ તમે પ્રમુખ સાથે વાત કરો હું તમારી વાત નહીં સાંભળું

મયુર પટેલઃતમે એવું કહીને ગયા હતા કે રસ્તો પાકો બની જશે

બલરામ થાવાણીઃ તમારી વાત સાચી છે પણ મારી પર દબાણ આવી ગયું, પ્રમુખ જે છે

મયુર પટેલઃ પ્રમુખ કોણ છે

બલરામ થાવાણીઃ અશોક માસ્ટર

મયુર પટેલઃ નંબર મળશે?

બલરામ થાવાણીઃ તેમની ઓફિસ છે પ્રતાપજી વકીલની બહાર હરિઓમ સ્કૂલ ત્યાં છે

મયુર પટેલઃ ઓકે તેમની સાથે વાત કરી લઉં

બલરામ થાવાણીઃ કેમ કે મારી બધાએ ભેગા થઈને ફરિયાદ કરી છે અને મજબૂર કરી નાંખ્યો

મયુર પટેલઃ એટલે રસ્તો બનાવવા મજબૂર કર્યાં?

બલરામ થાવાણીઃ ના… ના…તમે ડાયરેક્ટ સાંભળો છે અને પ્રમુખ છે કાઉન્સિલર છે તેની વેલ્યૂ કરતા નથી

મયુર પટેલઃ હું શું કહું છું આપણે રસ્તો પાકો બનાવવાનો છે

બલરામ થાવાણીઃ તમારી વાત સાચી છે

મયુર પટેલઃ તમે કશું કરી શકો તેમ નથી?

બલરામ થાવાણીઃ મારા હાથ બંધાઈ ગયા અને પાર્ટીએ મને ખૂબ ખખડાવ્યો છે

મયુર પટેલઃ કયા બેઝ પર?

બલરામ થાવાણીઃ હું ડાયરેક્ટ ઈનવોલ્વ થાઉં છું એટલે, મારાભાઈ મારે કામ કરવાનું છે, લોકોએ રોઈ રોઈને મારી ફરિયાદ કરી છે

મયુર પટેલઃ રસ્તો લિગલ છે તો લિગલ કામ કરવામાં કેમ અડચણરૂપ થાય છે લોકો

બલરામ થાવાણીઃ ભાઈ હું લિગલ પણ કામ નહીં કરી આપી શકું, એટલે તમે પ્રમુખ અશોક કુમારને મળો અને કહો અમારું કામ કરી આપો પ્લીઝ, હું એગ્રી છું

મયુર પટેલઃ બજેટ તમે આપી દેશોને?

બલરામ થાવાણીઃ હું આપી દઈશ

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ અમદાવાદના નરોડા વિસ્તારના ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણીએ મહિલાને માર મારતા વિવાદમાં આવ્યા હતા. બાદમાં બીજા દિવસે થાવાણીએ મહિલા પાસેથી રાખડી પણ બંધાવી હતી.

https://www.facebook.com/mantavyanews/videos/214410346392166/?t=1

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.