Not Set/ કચ્છ/ પોતાના દોસ્તના મોતનો આઘાત સહન ન કરી શકતા યુવકે કર્યો આપઘાત

તમે ઘણીવાર ઘણા લોકોને એવું બોલતા સાંભળ્યા હશે કે દોસ્ત તારા માટે તો હું જીવ પણ આપી દવ, પરંતુ શું આવું કોઈ કરે કે કેમ! એવો સવાલ એકવાર તો મનમાં આવે જ. આજ કાલના યુવાનો દોસ્તી નિભાવ કઈ પણ કરતા હોય છે ત્યારે એક યુવક તેના મિત્રના મોતનો આઘાત લાગતા મોતને વહાલું કરી દીધું હતું. […]

Top Stories Gujarat Others

તમે ઘણીવાર ઘણા લોકોને એવું બોલતા સાંભળ્યા હશે કે દોસ્ત તારા માટે તો હું જીવ પણ આપી દવ, પરંતુ શું આવું કોઈ કરે કે કેમ! એવો સવાલ એકવાર તો મનમાં આવે જ. આજ કાલના યુવાનો દોસ્તી નિભાવ કઈ પણ કરતા હોય છે ત્યારે એક યુવક તેના મિત્રના મોતનો આઘાત લાગતા મોતને વહાલું કરી દીધું હતું. આ ઘટના કચ્છના મુંદ્રા તાલુકાના ભદ્રેશ્વર ગામની છે. જ્યાં એક મિત્રએ તેના મિત્રનું અકાળે મોત થતાં આત્મહત્યા કરી લીધો હતો.

આપને જણાવી દઈએ કે મુંદ્રા મરીન પોલીસના એસઆઈ એસ.એ. ગઢવીએ આ મામલે જણાવ્યું હતું કે, “મહાવીર સિંહની અંતિમક્રિયામાં જયદીપ સિંહે ભાગ લીધો હતો. ઘરે આવ્યા બાદ મિત્રની મોતનો આઘાત સહન ના કરી શકતાં જયદીપ સિંહે પણ અંતિમ પગલું ભર્યું હતું.

ઉલ્લેકનીય છે કે જયદીપ સિંહે આપઘાત કરતા પહેલા તેના વ્હોટ્સએપ સ્ટેટસમાં લખ્યું હતું, ‘મિસ યુ જિગરા, હું આવું છું, ટેન્શન ના લેતો.

મહત્વનું છે કે આ બંનને મિત્રોએ આપઘાતના બે દિવસ પહેલા જ ટિક-ટોક પર મિત્રતા દર્શાવતા ગીત પર વિડીયો પણ બનાવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.