Iran US ground invasion news Washington Post: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધના 30 દિવસ પૂર્ણ થતાની સાથે જ સ્થિતિ વધુ ભયાનક બની રહી છે. અમેરિકા ઈરાન પર જમીની હુમલો કરવાની યોજના બનાવી રહ્યું હોવાના અહેવાલો વચ્ચે ઈરાને સીધી ચેતવણી આપી છે. ભારતમાં સ્થિત ઈરાની દૂતાવાસે સોશિયલ મીડિયા પર ‘તેહરાન ટાઇમ્સ’નું પેજ શેર કર્યું છે, જેની હેડલાઇન છે— “જહન્નમમાં તમારું સ્વાગત છે.”
Iran સ્પીકરનો ગંભીર આરોપ
“ઈરાની (Iran) સંસદના અધ્યક્ષ મોહમ્મદ બાગેર ગાલિબાફે દેશને સંબોધતા જણાવ્યું કે, અમેરિકા દુનિયા સામે વાટાઘાટો અને 15-મુદ્દાની શાંતિ યોજનાની વાતો કરી રહ્યું છે, પરંતુ પડદા પાછળ તે ઈરાન (Iran) પર જમીની આક્રમણ કરવાની તૈયારી કરી રહ્યું છે. ગાલિબાફે ગર્જના કરતા કહ્યું કે, “અમારી સેના અમેરિકી સૈનિકોના જમીન પર ઉતરવાની રાહ જોઈ રહી છે જેથી તેમના પર આગ વરસાવી શકાય. જે સૈનિકો ઈરાનની ધરતી પર પગ મૂકશે, તેઓ માત્ર તાબૂતોમાં જ પરત ફરશે.”
અમેરિકાની સૈન્ય તૈયારીઓ: પેન્ટાગોન હાઈ એલર્ટ પર
અમેરિકી અખબાર ‘વોશિંગ્ટન પોસ્ટ’ના અહેવાલ મુજબ, પેન્ટાગોન ઈરાનમાં (Iran) ઘણા સપ્તાહો સુધી ચાલે તેવા ‘ગ્રાઉન્ડ ઓપરેશન’ની તૈયારી કરી રહ્યું છે:
યુદ્ધજહાજની તહેનાતી: અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ મુજબ, યુદ્ધજહાજ USS ત્રિપોલી ખાડી વિસ્તારમાં પહોંચી ગયું છે, જેમાં 5000 થી વધુ નૌસૈનિકો સજ્જ છે.
સ્પેશિયલ ફોર્સ: હાલની યોજના મુજબ આ પૂર્ણ સ્તરનું આક્રમણ નહીં હોય, પરંતુ સ્પેશિયલ ફોર્સ દ્વારા ચોક્કસ સ્થળોએ ‘છાપેમારી’ (Raids) કરવામાં આવશે.
વધારાની કુમક: દરિયામાં 4000 થી વધુ મરીન સૈનિકો તહેનાત છે અને 82મી એરબોર્ન ડિવિઝનના પેરાટ્રૂપર્સને પણ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.
અખાતી દેશોમાં હુમલા અને અસ્થિરતા
રવિવારે ખાડી દેશોમાં પણ હિંસા જોવા મળી હતી:
સૌદી અરેબિયા: છેલ્લા કેટલાક કલાકોમાં 10 ડ્રોન તોડી પાડ્યા હોવાનો દાવો કર્યો છે.
UAE અને કુવૈત: રાત્રિ દરમિયાન હુમલા થયા હોવાના અહેવાલ આપ્યા છે.
મીડિયા પર હુમલો: તેહરાનમાં કતારના ટીવી નેટવર્ક ‘અલ અરબી’ની ઓફિસ પર મિસાઈલ હુમલો થયો છે, જેમાં ઓફિસને ભારે નુકસાન પહોંચ્યું છે.
આ પણ વાંચો : ઈરાન અને અમેરિકા વચ્ચે સમજૂતીના એંધાણ, પાકિસ્તાનની મધ્યસ્થીમાં યોજાશે મોટી બેઠક
આ પણ વાંચો : શું ઈરાન-ઈઝરાયેલ યુદ્ધનો અંત આવશે? પાકિસ્તાન, સાઉદી અને તુર્કી શાંતિ સ્થાપવા મેદાનમાં
આ પણ વાંચો : ઇઝરાયેલ પર યમનનો પ્રથમ મિસાઇલ હુમલો, શું હવે મહાયુદ્ધ ફાટી નીકળશે?



