ગુજરાતમાં ચકચાર કરતી ઘટના સામે આવી ભરૂચના ઝઘડીયામાં 10 વર્ષીય બાળકી પર દુષ્કર્મની ચોંકાવનારી ઘટનામાં નવો વળાંક સામે આવ્યો છે. દુષ્કર્મનો ભોગ બનેલી બાળકી નિર્ભયાનું મોત થયું. તેનું વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું છે.
બીજી તરફ, આરોપી વૈશી વિજય પાસવાનના રિમાન્ડને વધુ 7 દિવસ માટે વધારવામાં આવ્યા છે. પોલીસ આરોપીની પૂછપરછ કરી રહી છે અને કેસમાં વધુ પુરાવા એકત્ર કરવાનો પ્રયાસ કરી રહી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, આરોપીએ ઘટના બાદ મોબાઈલ પરથી ફોન કોલ્સ કર્યા હતા અને પોલીસ તેના CDR મેળવીને તપાસ કરી રહી છે.
આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે હોબાળો મચાવી દીધો છે. લોકો આરોપીને કઠોર સજા કરવાની માંગ કરી રહ્યા છે. ભરૂચ જિલ્લા વકીલ મંડળે આરોપી તરફે કેસ નહિ લડવાની જાહેરાત કરી છે અને જિલ્લા મુખ્ય સરકારી વકીલ પણ આ કેસમાં ફી નહિ લે તેવી જાહેરાત કરી ચૂક્યા છે.
આ પણ વાંચો: જસદણમાં યુવકે 14 વર્ષની સગીરાનું અપહરણ કરીને કર્યુ દુષ્કર્મ
આ પણ વાંચો: ઝગડિયા GIDCમાં 10 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ, માતા અને ડોક્ટર પણ હાલત જોઈ ચોંક્યા
