CM-Municipality/ સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી યોજના હેઠળ સીએમની વિવિધ નગરપાલિકાઓના કામો માટે ફાળવણી

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાનો વ્યાપક લાભ મહાનગરો-નગરોમાં નાગરિક સુવિધા-સુખાકારી વૃદ્ધિના કામો માટે આપવાનો જનહિત અભિગમ અપનાવ્યો છે.

Top Stories Gujarat

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વર્ણિમ જયંતિ CM-Municipality મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાનો વ્યાપક લાભ મહાનગરો-નગરોમાં નાગરિક સુવિધા-સુખાકારી વૃદ્ધિના કામો માટે આપવાનો જનહિત અભિગમ અપનાવ્યો છે. આ હેતુસર, મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના ભાવનગર મહાનગર તેમજ નડિયાદ, કાલાવાડ અને હળવદ નગરપાલિકાઓને ખાનગી સોસાયટી જનભાગીદારી યોજનાના વિવિધ કામો માટે કુલ રૂ. પાંચ કરોડ 60 લાખ 21 હજાર 914 ની રકમના ખર્ચ માટેની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
શહેરી વિકાસ વિભાગે આ કામોની દરખાસ્તો રજૂ કરી હતી CM-Municipality તેને તેમણે અનુમોદન આપ્યું છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે નડિયાદ નગરપાલિકાને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં ખાનગી સોસાયટી જનભાગીદારી યોજના ઘટક અન્વયે પ૬ કામો માટે એક કરોડ 64 લાખ 6 હજાર રૂપિયા ફાળવવા સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. નડિયાદ નગરના 971 જેટલા પરિવારોને આ કામોથી વધુ સુવિધા મળતી થશે.
આ ઉપરાંત શ્રી ભૂપેન્દ્ર પટેલે ભાવનગર મહાનગરપાલિકાને પણ CM-Municipality ખાનગી સોસાયટી જનભાગીદારી યોજના અન્વયે 66 જેટલા કામો માટે એક કરોડ 83 લાખ 94 હજાર રૂપિયા ફાળવવા પણ અનુમોદન આપ્યું છે. આ કામોનો ભાવનગર મહાનગરમાં 2937 પરિવારોને લાભ મળશે.
મુખ્યમંત્રીશ્રીએ રાજ્યની અન્ય બે નગરપાલિકાઓ કાલાવાડ અને હળવદમાં કુલ 4518 ઘરોની ડ્રેનેજ લાઇનને મેઇન ડ્રેનેજ લાઇન સાથે જોડવાના કામો માટે કુલ ર કરોડ 12 લાખ 19 હજાર રૂપિયાના કામોની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. તદ્દઅનુસાર, કાલાવાડ નગરપાલિકા વિસ્તારના ૪ર૩૭ ઘર જોડાણો રૂ. ૧.૯૭ કરોડના ખર્ચે તેમજ હળવદ નગરપાલિકા વિસ્તારના ર૮૧ ઘર જોડાણો માટે રૂ. 14.87 લાખનો ખર્ચ થશે.
આ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત સોસાયટીઓના CM-Municipality આંતરિક રસ્તા, પાણીની પાઇપલાઇન, સ્ટ્રીટલાઇટ અને ગટર જેવા કામો માટે ખાનગી સોસાયટી જનભાગીદારી યોજનામાં થતા કુલ ખર્ચ પેટે 70 ટકા રાજ્ય સરકારનો ફાળો તેમજ 10 ટકા સ્થાનિક સંસ્થાનો તથા 20 ટકા ફાળો સંબંધિત સોસાયટી દ્વારા આપવામાં આવે છે. જે ઘરો ડ્રેનેજ લાઇન સાથે જોડાયેલા ન હોય તેવા ઘરોની ડ્રેનેજ લાઇનને મેઇન ડ્રેનેજ લાઇન સાથે જોડવા માટે ઘર દીઠ સાત હજાર રૂપિયાની મર્યાદામાં સહાય પણ આપવામાં આવે છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની વર્તમાન રાજ્ય સરકારે આ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ર૦ર૪ સુધી લંબાવીને આ વર્ષના બજેટમાં યોજના માટે રૂ. 8086 કરોડની જોગવાઇ કરેલી છે.

 

આ પણ વાંચોઃ RRTS કોરિડોર/ મેરઠથી દિલ્હીને જોડનારી રેપિડેક્સ શરૂ થશે, જાણો કેવી હશે રેપિડેક્સ

આ પણ વાંચોઃ Odissa-VandebharatTrain/ ઓડિશાને મળશે નવી વંદેભારતઃ પુરી અને હાવડા જોડાશે

આ પણ વાંચોઃ Money Laundering Case/ માત્ર હાડપિંજર બચ્યું, જેલમાં વજન 35 કિલો ઘટ્યું; સુપ્રીમ કોર્ટમાં સત્યેન્દ્ર જૈનની દલીલો