Not Set/ કામ આવ્યો સરકારનો પ્રયાસ, 44 જીલ્લાથી ખતમ થયું નક્સલ આતંક: ગૃહ મંત્રાલય

દેશમાં નક્સલી ગતિવિધિઓમાં જ્યાં ઘટાડો થયો છે, ત્યાં નક્સલીઓનું ક્ષેત્રફળ પણ ઘટ્યું છે. ગૃહ મંત્રાલયના એક રીપોર્ટ પ્રમાણે નક્સલથી પ્રભાવિત દેશના 126 જીલ્લાઓમાંથી સરકારે 44 જિલ્લાઓને નક્સલ મુક્ત જાહેર કરી દીધા છે. હવે દેશમાં લગભગ 82 જીલ્લાઓ બચ્યા છે જે નક્સલ પ્રભાવિત છે. જેમ કે, ગૃહ મંત્રાલયના રીપોર્ટની માનીએ તો આમાં નવા 8 જીલ્લા નક્સલ […]

Top Stories India

દેશમાં નક્સલી ગતિવિધિઓમાં જ્યાં ઘટાડો થયો છે, ત્યાં નક્સલીઓનું ક્ષેત્રફળ પણ ઘટ્યું છે. ગૃહ મંત્રાલયના એક રીપોર્ટ પ્રમાણે નક્સલથી પ્રભાવિત દેશના 126 જીલ્લાઓમાંથી સરકારે 44 જિલ્લાઓને નક્સલ મુક્ત જાહેર કરી દીધા છે. હવે દેશમાં લગભગ 82 જીલ્લાઓ બચ્યા છે જે નક્સલ પ્રભાવિત છે.

જેમ કે, ગૃહ મંત્રાલયના રીપોર્ટની માનીએ તો આમાં નવા 8 જીલ્લા નક્સલ પ્રભાવિત ક્ષેત્રોમાં સમાવેશ કરાયા છે. સૌથી વધારે નક્સલ પ્રભાવિત જીલ્લોની સંખ્યા 35 થી ઘટીને 30 સુધી પહોંચી ગઈ છે. હિન્દી ન્યુઝ ચેનલ આજતકની જાણકારી પ્રમાણે જે 44 જીલ્લા નક્સલ પ્રભાવિત ક્ષેત્રોની લીસ્ટમાંથી હટાવી લેવામાં આવ્યા છે, તેમાં આંધ્રપ્રદેશના 3 જીલ્લા (પ્રકાશમ, કર્નુલ, અનંતપુર), છત્તીસગઢના ત્રણ જીલ્લા (સરગુજા, કુરિયા અને જસપુર), ઝારખંડના બે જીલ્લા (દેવઘર અને પાકુડ) શામેલ છે. આ 44 જીલ્લમાં સૌથી વધારે તેલંગાણાથી 19 જીલ્લાને નક્સલ પ્રભાવિત જીલ્લોની લીસ્ટમાંથી હટાવવામાં આવ્યા છે.

4 વર્ષમાં આવ્યો ઘટાડો

ગૃહ મંત્રાલયનાં કહેવા પ્રમાણે નક્સલી હિંસાના ફેલાવમાં પાછલા 4 વર્ષોમાં આશ્ચર્યચકિત ઘટાડો જોવા મળ્યો છે. જેનો શ્રેય સુરક્ષા અને વિકાસ સબંધી ઉપાયોની બહુમુખી રણનીતીને જાય છે. ગૃહમંત્રાલયની રીપોર્ટ પ્રમાણે 44 જીલ્લમાં નક્સલી છે જ નહિ અથવા તેમની હાજરી ના બરાબર છે.

નક્સલી હિંસા હવે તે 30 જીલ્લાઓ સુધી સીમિત રહી છે જે જીલ્લા આમાં બહુ ગંભીર રીતે પ્રભાવિત હતા. ગૃહ મંત્રાલય પ્રમાણે વિરોધી નીતિની મુખ્ય વિશેષતા છે કે હિંસાને બિલકુલ સહન ન કરો અને વિકાસ સબંધી ગતિવિધિઓને વધારો આપવો જેથી નવી સડકો, પુલો, ટેલીફોન ટાવરોનો લાભ ગરીબ અને પ્રભાવિત ક્ષેત્રોના લોકોને પહોંચી શકે.

વધતી કનેક્ટિવિટથી આવ્યો સુધાર

રીપોર્ટ પ્રમાણે નક્સલ પ્રભાવિત જીલ્લોઓનાં પહેલા ફેઝમાં 2,329 કુલ મોબાઈલ ટાવર લગાવવામાં આવ્યા છે જેથી તે ક્ષેત્રોની કનેક્ટિવિટ વધી છે. ઝારખંડમાં અત્યાર સુધી 816 મોબાઈલ ટાવર લગાવવામાં આવ્યા છે, એ જ રીતે છત્તીસગઢમાં 519 મોબાઈલ ટાવર લગાવવામાં આવ્યા છે. જયારે ઓડીશામાં 256 મોબાઈલ ટાવર લગાવવામાં આવ્યા છે. બીજા ફેઝમાં ગૃહ મંત્રાલય નક્સલ પ્રભાવિત ક્ષેત્રમાં 4,000 થી પણ વધારે ટાવર લગાવશે.

ગૃહ મંત્રાલએ 10 રાજ્યોના 126 જીલ્લોને નક્સલ પ્રભાવિત ક્ષેત્રોની શ્રેણીમાં રાખ્યા છે. આ પ્રભાવિત જીલ્લા સુરક્ષા સબંધી ખર્ચ (SRE) યોજના અંતર્ગત આવે છે. તેનો ઉદ્દેશ્ય સુરક્ષા સબંધી ખર્ચ જેમકે પરિવહન, વાહનોની ભાડા, સુરક્ષા દળો માટેના માળખાના બાંધકામ વગેરેની ચુકવણીનો તેમાં સમાવેશ થાય છે.